તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:મૂળીના ઉમરડામાં 300 વર્ષ જૂના બિલેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ દર્શન લાભ લીધો

મૂળી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૂળીના ઉમરડા ગામે આવેલ પ્રાચીન બિલેશ્વર મહાદેવનું મંદિર. - Divya Bhaskar
મૂળીના ઉમરડા ગામે આવેલ પ્રાચીન બિલેશ્વર મહાદેવનું મંદિર.
  • મહાદેવ અને પાર્વતીજી અહીં સોગઠાં રમ્યા હોવાની છે માન્યતા

મૂળી તાલુકાનાં ઉમરડા ગામે ઐતિહાસિક બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. જ્યાં ખુદ મહાદેવ અને પાર્વતીજી ચોગઠે રમ્યા હોવાની છે માન્યતા આથી શ્રાવણ માસનાં સોમવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઊમટી પડે છે.શ્રાવણ માસમાં મહાદેવના દર્શનનું અનેરું મહત્ત્વ હોય છે. મૂળી તાલુકામાં અનેક પ્રાચીન શિવાલયો આવેલા છે. જ્યાં શ્રાવણ માસમાં શિવદર્શન કરી ધન્યતા અનુભવે છે. આવી જ રીતે મૂળીનાં ઉમરડા ગામે પૂર્વ દિશામાં બિલ્વગંગા નદીનાં તટમાં 300થી વધારે વર્ષ પ્રાચીન અને ઐતિહાસિક બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.

અહીં શ્રાવણ મહિનામાં દર સોમવારે મોટી સખ્યામાં ભક્તો દર્શન માટે ઊમટી પડે છે. જ્યારે વર્ષો પહેલા પ્રથમ સોમવારે ગ્રામજનો કામધંધા બંધ રાખી ધૂન ગાતા ગાતા દર્શન કરવા જતા હતા. બિલેશ્વર મહાદેવનો ઇતિહાસ જોતા વર્ષો પહેલા મંદિર પાસે ઇમરડા ગામ હતું. વર્ષો જતા નવું ગામ બનતા તેનું નામ ઉમરડા કરાયું. આ મંદિરે ખુદ શિવ અને પાર્વતીજી ચોપાટ રમેલા હોવાની માન્યતા છે. નામદાર ધ્રાંગધ્રા મહારાજ ઘનશ્યામજીનો જન્મ બિલેશ્વર દાદાની કૃપાથી થતા તેમને બ્રાહ્મણોની ચોર્યાસી કરી હતી.

જ્યારે મૂળીના બાપુજીભાઇ રામાભાઇને ત્યાં બિલેશ્વર દાદાએ દિકરો આપ્યો હોવાથી તેમનું નામ શિવુભા રાખ્યું હતું. અને સંકલ્પ કર્યો હતો કે મારો પરિવાર વર્ષમાં 3 વખત ધજા દંડ ચડાવશે અને અત્યાર સુધી તે પરંપરા આજે પણ ચાલુ છે. વર્ષો પહેલા આ જગ્યા પર 3 નદી ભેગી થતી હતી તેથી હજારો ભક્તો નદીમાં સ્નાન કરવા આવતા અને દર્શન કરી ધન્યતા અનુભવતા હતા. આ જગ્યા પ્રાકૃતિક જગ્યામાં હોવાથી ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...