તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:મૂળી હોસ્પિટલમાં ડેન્ટિસ્ટ વિભાગ 10 દિવસથી બંધ : દર્દીઓને ધક્કા

મૂળી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડેન્ટિસ્ટને અમદાવાદ કોરોના સેવામાં મુકાતાં સમસ્યા સર્જાઇ : તંત્ર

મૂળી હોસ્પિટલમાં કેટલાક સમયથી દાંતનાં ડોક્ટર સમયસર હાજર ન રહેતા હોવાની બુમરાડ ઉઠતા તંત્ર દ્રારા કાર્યવાહી કરવા સ્થાનિકોએ માંગ કરી હતી. ત્યારે 10 દિવસથી બંધ કરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. મૂળી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કેટલાક સમયથી સેવાઓ વધવાનાં બદલે જાણે ધટતી હોય તેમ લાગી રહ્યુ છે કારણકે મૂળીમાં દાંત વિભાગમાં કેટલાક સમયથી ડોક્ટર સમયસર હાજર ન હોવાની ફરિયાદ ઉઠી હતી જેથી ગ્રામ્યવિસ્તારમાંથી દર્દિઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી અને કોરોના કાળમાં લાંબો સમયથી સુધી ન છુટકે હોસ્પિટલ બેસી રહેવુ પડતુ હતુ પરંતુ છેલ્લા દશ દિવસથી દાંત વિભાગ સદંતર બંધ કરી દેવાતા લોકોને ઉપયોગી થાય તે માટે વસાવેલ લાખો રૂપિયાનાં સાધનો હાલ ધુળ ખાઇ રહ્યા છે અને લોકો સેવાથી વંચિત રહેછે ત્યારે તંત્ર દ્રારા દાંત વિભાગ શરૂ કરાય તેવી દર્દિઓ માંગ કરી રહ્યા છે.

આ અંગે સારવાર લેવા આવેલા જયદેવભાઇ સહિતનાં દર્દીઓએ જણાવ્યુ હતુ કે, અમે બે દિવસથી દાંત દેખાડવા માટે આવીએ છીએ પરંતુ ડોક્ટર હજાર ન હોવાથી ધક્કા ખાવા પડે છે ત્યારે તંત્ર દ્વારા સેવા શરૂ કરાય તેવી અમારી માંગ છે. આ અંગે હોસ્પિટલના કલાર્ક ઓમદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતુ કે, જે ડોક્ટર દાંત વિભાગ સંભાળતા હતા જે ડેપ્યુટેશન પર અમદાવાદ જતા સમગ્ર સમસ્યા સર્જાઇ છે પરંતુ તેમ છતા લોકોને સેવા મળે તે માટે પ્રયત્નો કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો