તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મૂળી હોસ્પિટલમાં ડેન્ટિસ વિભાગ બંધ, દર્દીઓને મુશ્કેલી, લાખોના ખર્ચે વસાવેલાં સાધનો ધૂળ ખાય છે

મૂળી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મૂળી હોસ્પિટલમાં કેટલાક સમયથી દાંતનાં ડોક્ટર સમયસર હાજર ન રહેતા હોવાની બૂમરાણ ઉઠતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવા સ્થાનિકો માગ કરાઇ હતી. ત્યારે છેલ્લાં એક વર્ષથી લાખો રૂપિયાના ખર્ચે આધુનિક સાધનો વસાવી ઊભો કરાયેલો દાંત વિભાગ બંધ હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.મૂળી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કેટલાક સમયથી સેવાઓ વધવાનાં બદલે જાણે ઘટતી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે મૂળીમાં દાંત વિભાગમાં કેટલાક સમયથી ડોક્ટર સમયસર હાજર ન હોવાની ફરિયાદ ઉઠી હતી.

જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. છેલ્લાં એક વર્ષથી દાંત વિભાગ સદંતર બંધ કરી દેવાતા લોકોને ઉપયોગી થાય તે માટે વસાવેલ લાખો રૂપિયાનાં સાધનો હાલ ધુળ ખાઇ રહ્યા છે અને લોકો સેવાથી વંચિત રહે છે. આ અંગે સારવાર લેવા આવેલા અનિલભાઇ, જયદેવભાઇ સહિતનાં દર્દીઓએ જણાવ્યુ હતુકે દાંત દેખાડવા માટે ઘણા સમયથી આવીએ છીએ. પરંતુ ડોક્ટર ન હોવાથી ધક્કા ખાવા પડે છે ત્યારે તંત્ર દ્વારા સેવા શરૂ કરાય તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...