તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકચાર:મૂળી તાલુકામાં નર્મદા લાઇનમાં પાણી ચોરી કરતા 10થી વધુ ખેડૂત સામે ફરિયાદ

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઇન ચેકિંગ દરમિયાન ફરજમાં રુકાવટ કરી મહિલા કર્મીને નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ

સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્રનાં 1200 જેટલા ગામોને પીવાનું પાણી પૂરી પાડતી નર્મદાની લાઇનમાં ખેડૂતો દ્વારા ખેતી માટે ઉપયોગમાં લેવાતું હોવાનું ધ્યાને આવતા ચેકિંગ કરી દિગસર દાણાવાડા, ખમીસાણા,ગૌતમગઢ સહિતનાં ગમોમાં ગેરકાયદે કનેકશનો દૂર કરવાની કામગીરી કરી હતી. જેમાં 10થી વધુ ખેડૂત સામે મહિલા કર્મીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદાની પાઇપલાઇન થકી ગ્રામ્ય વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે. ત્યારે હાલ વરસાદની ખેંચનાં કારણે જરૂરિયાત વધારે રહેતી હોવાથી પાણીની ઘટ નિવારવા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની સૂચનાથી નર્મદા વિભાગનાં કોમલબેન અંબારામભાઇ પટેલ અને સ્ટાફ દ્વારા મૂળી તાલુકાનાં દાણાવાડા દિગસર ગૌતમગઢ સહિતનાં ગામોમાં ચેકિંગ હાથ ધરી ગેરકાયદે કનેકશન લઇ ખેતી માટે પાણી ઉપયોગ કરતા ખેડૂતો સામે લાલ આંખ કરી હતી.

ગેરકાયદે કનેકશનો દૂર કરવાની કામગીરી કરાતા દિગસરનાં બલભદ્રસિંહ વિજયસિંહ પરમાર તેમજ ચંદુભાઇ નાનુભાઇ ઝેઝરિયા તેમજ અન્ય દશથી પંદર અજાણ્યા લોકોએ વારા ફરતી ત્યાં આવી ફરજમાં રૂકાવટ કરી બલભદ્રસિંહ પરમાર દ્વારા ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધતા બધુ તપાસ અનિરુદ્ધસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...