તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મૂળી તાલુકામાં નર્મદાલાઇનમાંથી પાણી ચોરી કરતા 10 ખેડૂતો સામે ફરિયાદ

મૂળી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાખરાળા અને પલાસાના સરપંચ પણ પાણી ચોરીમાં ઝપટે ચડ્યા
  • ગઢાદ, રામપરડા, ખાટડી, દાણાવાડા સહિતનાં ગામોમાં ચેકિંગ હાથ ધરી ખેતી માટે પાણીનો ઉપયોગ કરવા લીધેલાં ગેરકાયદે જોડાણો દૂર કરાયાં

સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્રનાં 2300 જેટલા ગામોને પીવાનુ પાણી પુરી પાડતી નર્મદાની લાઇનમાં ખેડૂતો દ્વારા ખેતી માટે ઉપયોગમાં લેવાતુ હોવાનુ ધ્યાને આવતા ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં રામપરડા, ખાટડી તેમજ દાણાવાડામાંથી ગેરકાયદે કનેકશનો દુર કરી ખાખરાળા તેમજ પલાસાના સરપંચ સહિત 10 ખેડૂતો સામે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદાની પાઇપલાઇન થકી ગ્રામ્ય વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે.

ત્યારે હાલ ઉનાળામાં પાણી જરૂરિયાત વધારે રહેતી હોવાથી પાણીની ઘટ નિવારવા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની સુચનાથી નર્મદા વિભાગનાં કાર્યપાલક ઇજનેર એસ.જી.દેસાઇ અને મુળી પોલીસ મથકનાં પીએસઆઇ ડી.જે.ઝાલા અને સ્ટાફ દ્વારા મૂળી તાલુકાનાં ગઢાદ રામપરડા ખાટડી દાણાવાડા સહિતનાં ગામોમાં ચેકિંગ હાથ ધરી ગેરકાયદે કનેકશન લઇ ખેતિ માટે પાણી ઉપયોગ કરતા ખેડૂતો સામે લાલ આંખ કરી કનેકશનો દુર કરવામાં આવ્યા હતા.

ત્યારે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચરના રાજેશભાઇ દ્વારા મૂળી પોલીસ સ્ટેશને ખાખરાળાનાં સરપંચ ભુપતભાઇ સાતોલા, પલાસાનાં સરપંચ જીવણભાઇ ધનજીભાઇ બાંટીયા તેમજ દાણાવાડાના રમેશભાઇ રામજીભાઇ સુતરીયા, ઝાલાભાઇ, હરપાલસિંહ ધનુભા પરમાર, ઇશ્વરભાઇ ભગવાનભાઇ પટેલ, માનપર ગામનાં વાલ્વ નંબર 128 તેમજ 129 તેમજ વાલ્વ નંબર 128ની બાજુનાં ખેતર વાળા સહિત 10 ખેડૂતો સામે નુકશાન કર્યાની અને પાણીચોરી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા વધુ તપાસ પી એસ આઇ ડી જે ઝાલા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...