ભાસ્કર ઈમ્પેક્ટ:મૂળી તાલુકાના ટીડાણા રોડ પર પાણી ઉલેચવાની કામગીરી શરૂ

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોળીપરા જવાના રસ્તે પાણી ખાલી કરાયા હતા. - Divya Bhaskar
કોળીપરા જવાના રસ્તે પાણી ખાલી કરાયા હતા.
  • વરસાદ બંધ થયાને મહિનો થયો છતાં પાણી ભરાયેલું હતું

મૂળીમાં હંમેશા ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા રહે છે. ત્યારે મૂળીમાં વરસાદ બંધ રહ્યાને એક મહિના જેટલો સમય થવા છતાં કોળીપરા ભીંડીપા પાસે સહિતમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાની ભોગવી રહ્યા હતા. અને રોગચાળો ફેલાય તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા. જે પાણી ઉલેચવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોએ હાંશકારો અનુભવ્યો હતો.

મૂળી તાલુકો તો છે પરતુ અહીં પ્રાથમિક સુવિધાના નામે મિંડુ હોય અને પ્રિમોનસુન સહિતની કામગીરી જાણે બેઠકોમાં અને કાગળો પરજ થતી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે મૂળી તાલુકામાં વરસાદ બંધ થયો તેને એક મહિનો થવા આવ્યો તેમ છતાં કોળીપરા, ભિંડીપા, આંબેડકરનગર સહિતનાં વિસ્તારમાં મૂળી ટીડાણા રોડ પર ઠેર ઠેર વરસાદી પાણી આજે પણ ગંદકી સ્વરૂપે ભરાતા સ્થાનિકોને અનેક મુશ્કેલી ભોગવવી પડી રહી હતી.

ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ઠેરઠેર ભરાતા પાણી દુર કરાય તેવી સ્થાનિક રહિશો માંગ કરી રહ્યા હતા. તેમ છતા કોઇ જ કાર્યવાહી ન કરાતા આ સમસ્યા અંગેનો તા. 29ના ઓક્ટોબરના રોજ અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ તંત્ર કુંભકર્ણ નિદ્રામાંથી જાગી પાણી ઉલેચવાની કામગીરી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...