કાર્યક્રમ:ભાજપ પોતાના માણસો સાચવવા બની છે, પ્રજાકાર્ય માટે નહીં -મૂળી યુથ કોંગ્રેસ

મૂળી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

મૂળી યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા કારોબારી બેઠક અને કાર્યકરોને હોદા આપવા સહિત કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં સમગ્ર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં યુવા કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા.

આગામી વિધાનસભાની ચુટણીની તૈયારીઓ જાણે પાર્ટીઓ દ્વારા શરૂ કરી દેવાઇ છે. અને તમામ પક્ષો ગામડે ગામડે ફરવા સાથે રાત્રી બેઠકો કરવામાં આવી રહી છે. ત્યારે રવિવારે મૂળી ખાતે યુથકોંગ્રેસનાં પ્રમુખ યશપાલસિંહ પરમારની આગેવાની હેઠળ જિલ્લા કારોબારી અને યુવા કાર્યકરોને વિવિધ હોદાની વરણી કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં ઉપસ્થિતિ યુથ કોંગ્રેસનાં જિલ્લા પ્રભારી યુવરાજસિંહ પટેલ દ્વારા યુવકોને સંબોધતા જણાવ્યુ હતુ કે ભાજપની સરકાર કાર્યકરોની સરકાર છે.

પ્રજાલક્ષી કામો કરાતા નથી સાથે આગામી સમયમાં ડીજીટલ સદસ્ય નોંધણી, બુથ મેનેજમેન્ટ સહિત ગ્રામ્યકક્ષાએ કોંગ્રેસની ઓળખ ઉભી કેવા વિવિધ કાર્યક્રમો કરવા જણાવ્યુ હતુ . અને નવા યુવાનો જોડી વિવિધ હોદા આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રદેશમહામંત્રી ડો.પ્રવિણસિંહ વણોલ, ધારાસભ્ય રૂત્વુકિભાઇ મકવાણા, પદ્યુમનસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...