તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસનાં સુપડા સાફ:મૂળી ખેતી બેંકની ચૂંટણીમાં તમામ 4 સીટ પર ભાજપનાં ઉમેદવારનો વિજય

મૂળીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 8 ઉમેદવાર માટે 1091માંથી 905 મતદારોનું મતદાન
 • ખેડૂતો માટે ધિરાણ અને સરકારી લાભો લેવા માટે ખેતીબેંક ખૂબજ ઉપયોગી છે આથી ખેતીબેંક થકી ખેડૂતો અનેક સેવાઓ લેતા થયા છે

સુરેન્દ્રનગરમાં આવેલી ખેતીબેંકમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદત પૂર્ણ થતા શુક્રવારે મૂળી કોમ્યુનિટી હોલ ખાતે ચૂંટણી યોજાઇ હતી. જેમાં બન્ને પક્ષનાં આઠ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં 1091 મતદારોમાંથી 905 મતદારોએ મતદાન કર્યુ હતુ. અને ચારેય ઉમેદવાર ભાજપનાં જીતતા કોંગ્રેસનાં સુપડા સાફ થઇ ગયા હતા.

કોમ્યુનિટી હોલ ખાતે ખેતી બેંકની ચૂંટણી યોજાઇ હતી. જેમાં બન્ને પક્ષનાં આઠ ઉમેદવારો મેદાને હતા. અને ઉમેદવારોએ એડીચોટીનુ જોર લગાવી મતદારોને રીઝવી મતદાન બુથ સુધી ખેંચી લાવી 1091 મતદાનમાં 905 ખેડૂત મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરાવ્યો હતો. જેમાં ચારેય સિટ પર ભાજપ પ્રેરિત ઉમેદવારો જીતતા સ્થાનિક કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

આ સમયે હરદેવસિંહ પરમાર, રાજભા પરમાર, ઇન્દુભા, મુગટલાલ પટેલ, સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા. મૂળી તાલુકામાં કોંગ્રેસનાં જાણે સુપડા સાફ થતા હોય તેમ ત્રીજી ચૂંટણીમાં હાર થતાં મૂળી કોંગ્રેસ મુક્ત થતુ હોવાનો ઘાટ સર્જોયો છે.

કોને કેટલાં મત મળ્યા
જિલ્લાની સીટમાં

 • મંગળસિંહ પરમાર 542
 • ભરતસિંહ પરમાર 520

તાલુકા સીટમાં

 • ભુપેન્દ્રસિંહ પરમાર 540​​​​​​​
 • ​​​​​​​મનુભાઇ પટેલ 447
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો