ફરિયાદ:સુજાનગઢ ગામે વિજચેકિંગમાં ગયેલ ટીમ પર હુમલાનો પ્રયાસ, 2 સામે ફરિયાદ

મૂળી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 શખ્સો સામે નોંધાઇ પોલીસ ફરિયાદ

મૂળીનાં સુજાનગઢ ગામે પીજીવીસીએલ ની ટીમ વિજચેંકિગ માટે ગઇ હતી. તે દરમિયાન બે શખ્સોએ પીજીવીસીએલlનાં કર્મચારી સાથે બોલાચાલી કરી ગાળો આપી ફરજમાં રૂકાવટ કરી તી.આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મૂળી તાલુકામાં વીજ કર્મચારીઓની ટીમ ચેકીંગ કરવા આવે ત્યારે તેમના પર હુમલા થવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે મૂળીનાં સુજાનગઢ ગામે ગુરૂવારે વહેલી સવારે ભાવનગરની pgvcl ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતુ.

જેથી સુજાનગઢ ગામનાં ભુતપભાઇ ઉદેશા તેમજ એક અજાણ્યા શખ્સે ટીમનાં લોકોને ભુંડાબોલી ગાળો આપી હતી. આથી બંને સામે ફરજમાં રૂકાવટ કર્યાની રાજુભાઇ લાભુભાઇ રૂપારેલીયાએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ યુવરાજસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...