ફરિયાદ:મૂળીના ધોળિયા ગામે વીજ ચેકિંગમાં ગયેલ ટીમ પર હુમલાનો પ્રયાસ

મૂળી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 શખસ સામે નોંધાઇ પોલીસ ફરિયાદ

મૂળીનાં ધોળિયા ગામે પીજીવીસીએલની ટીમ વીજ ચેકિંગ માટે ગઇ હતી. જ્યાં 2 શખસે પીજીવીસીએલનાં કર્મચારી સાથે બોલાચાલી કરી ગાળો આપી ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદથી ચકચાર ફેલાઇ છે. મૂળી તાલુકામાં મારામારી અને ઝઘડાનાં બનાવો ખૂબ જ બની રહ્યા છે અને તેમાં પણ વીજ ચેકિંગ ટીમ પર અવાર નવાર હુમલાઓ થાય છે. જેમાં સુજાનગઢ ગામે ટીમ પર હુમલાની શાહી સુકાઇ નથી.

ત્યાં મૂળીનાં ધોળિયા ગામે બુધવારે વહેલી સવારે મોરબીની પીજીવીસીએલ ટીમનાં નિલેશભાઇ પટેલ, આઇ. એમ. ઝીડ, આર બી પટેલ, વીવી મકવાણા સહિતની 30 ટીમ દ્વારા મૂળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં ધોળિયા ગામે રહેતા ભાથાભાઇ રાયસંગભાઇ કોળીનાં ધરે વીજ ચેકિંગ ટીમ તપાસ કરી રહી હતી ત્યારે ધીરૂભાઇ કમાભાઇ સાતોલ લાકડી લઇ ત્યાં આવી ટીમને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન ઝઘડો કરી ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે

અન્ય સમાચારો પણ છે...