વિવાદ:મૂળી તાલુકાના કુકડા ગામે એક જ કોમમાં લગ્ન કરતાં 9 શખસનો પાડોશી પર હુમલો, પ્રેમ લગ્નના દુખે મારામારી થઈ હતી

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૂળીનાં કુકડા ગામે 9 શખસે ભેગા મળી 4 શખસ હુમલો કરી મકાન બાળી નાખ્યુ. - Divya Bhaskar
મૂળીનાં કુકડા ગામે 9 શખસે ભેગા મળી 4 શખસ હુમલો કરી મકાન બાળી નાખ્યુ.

મૂળીનાં કુકડા ગામે થોડા દિવસ પહેલા જ એકજ કોમનાં યુવક યુવતિએ ભાગી કોર્ટ મેરેજ કરી લીધા હતા.ત્યારે રવિવારે દિકરીનાં પરિવાર નાં 9 જેટલા શખસે લાકડી ધારીયા છોરીયા જેવા હથિયારો વડે હુમલો કરી 3ને ઇજા પહોંચાડી મકાનમાં આગ લગાવી હતી. જેમાં બે બાઇક સહિત ધરનો સામાન બળી જતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ આરંભી છે.

મૂળી તાલુકામાં મારામારી અને ઝધડાનાં બનાવો ખુબજ બની રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થાની જાણે કાંઇ પડી જ ન હોય તેમ બિન્દાસ ગુનાઓ કરી રહ્યા છે. ત્યારે આવી જ રીતે મૂળીનાં કુકડા ગામે રવિવારે વહેલી સવારે એકજ કોમનાં બે પરિવાર વચ્ચે મારામારી સર્જાઇ હતી જેમાં મકાનમાં આગ લગાડવા સહિતનો બનાવ સામે આવતા સમગ્ર ગામમાં તંગ ભર્યુ વાતાવરણ બની જવા પામ્યુ હતુ.

આ અંગે આધારભુત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળીનાં કુકડા હામે રહેતા અમિતભાઇ સવજીભાઇ સાકરીયા અને તેમના પરિવારજનો ઘરે હતા. ત્યારે બાજુમાં રહેતા મનસુખભાઇ ચતુરભાઇ ધાધરેટીયાની પુત્રી કુંજલ સાથે મોહનભાઇ થોડા દિવસ પહેલા ભાગી કોર્ટ મેરેજ કરેલ હોવાથી તે બાબતનું દુ:ખ રાખી તેમની જ કોમનાં રાયસંગભાઇ ચતુરભાઇ ધાધરેટીયા, ચંદુભાઇ ચતુરભાઇ ,મનુસુખભાઇ ચતુરભાઇ મેરૂભાઇ માવજીભાઇ ધાધરેટીયા,અરવિંદભાઇ મેરૂભાઇ ,મધુબેન રાયમલભાઇ,જમનાબેન ચંદુભાઇ,બબુબેન મનસુખ ભાઇ, બાજુબેન ચતુરભાઇ ધાધરેટીયા સહિતાનાંએ ગેરકાયદે મંડળી રચી ધારીયા લાકડી છોરીયા જેવા હથિયારો લઇ અમિતભાઇનાં પરિવાર પર તુટી પડ્યા હતા. જેમાં અમૃતાબેન સવજીભાઇ સાકરીયાને માથાનાં ભાગે ગંભિર ઇજાઓ પહોંચાડી હતી અમિતભાઇને માથાના ભાગે ઇજા પહોંચાડી હતી.

તેમજ દિવાળીબેન ભીખાભાઇ સાકરીયાને હાથનાં ભાગે ઇજાઓ પહોંચાડી મકાનમાં આગ લગાવી દિધી હતી. જેથી આગમાં બે બાઇક, કડબ સહિત ઘર વખરીનો સામાન બળીને ખાક થઇ ગયો હતો. આ અંગે મૂળી પોલીસ ને જાણ થતા પીએસઆઇ એસ.એસ.વરૂ, રોહિતભાઇ રાઠોડ, રાયસંગભાઇ,સતિષભાઇ સહિતાનાં સ્થળે પહોંચ્યા હતા. મકાન અને બાઇક સળગતુ રહ્યુ કોઇ ઓલવવા પણ ન આવ્યું: ઝધડાથી આસપાસનાં લોકો એટલા હેબતાઇ ગયા હતાકે મકનમાં બે બાઇક અને અન્ય સામાન સહિત મકાન સળગી રહ્યુ હતુ તેમ છતા કોઇ જ આસપાસનાં લોકો પાણી નાંખવા ગયા ન હતા.

108નાં કર્મીએ પોલીસને જાણ કરી અન્યો લોકોને બચાવ્યા: જે સમયે ઝઘડો થયો અને આગ લગાવાઇ ત્યારે 108નાં કર્મી રોહનભાઇ દુલેરા અને સંજયસિંહ ઝાલા ત્યા પહોંચ્યા હતા અને આગમાંથી પાંચ જેટલા પરિવારોને બચાવી 108માં સારવાર આપી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર આગ તેમના જ તેલનાંખી લગાવી: 8 જેટલા શખસ હથિયારો લઇ તુટી પડ્યા હતા. માર માર્યા બાદ અમિતભાઇનાં મકાનમાં ઓંસરીમાં રહેલ તેલનો ડબો ત્યાં ઢોળી કડબ, બાઇક પર તેલ છાંટી આગ લગાવતા મકાનમાં મોટા ભાગનો સામાન બળી ગયો હતો.

ત્રણ આરોપીને ગણતરીનાં કલાકોમાં ઝડપી લીધા: પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા વિવિધ ટીમ બનાવી ગણતરીનાં કલાકોમાં બબુબેન મનસુખભાઇ ધાધરેટીયા,મનસુખભાઇ ચતુરભાઇ ધાધરેટીયા, બાજુબેન ચતુરભાઇ ધાધરેટીયાને પોલીસે ઝડપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...