મૂળી તાલુકામાં ખેડૂતો કપાસનું વાવેતર ખૂબ જ કરે છે. તેમાં પણ સજીવ ખેતી અને પ્રકૃતિક ખેતી તરફ સરકાર. ખેડૂતો હાલ પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે મૂળી તાલુકામાં 2 દિવસ રોકાઇ ખેડૂતો પાસેથી માહિતિ એકત્ર કરી ખેડૂતોને દેશી કપાસનાં બિયારણનું વિતરણ કરાયું હતું. ઝાલાવાડ કપાસનાં વાવેતર માટે સમગ્ર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
કપાસનાં બજાર ભાવો પણ મુખ્યત્વે સુરેન્દ્રનગરથી જ નક્કી થાય છે. સાથે જીલ્લામાં અનેક જિનિંગ મિલો થકી અનેક ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળે છે. સાથે ખેડૂતોની મહેનત થકી એક એકરે અંદાજે 40 મણથી વધુની આવક મેળવી રહ્યા છે. આ કપાસની ગુજરાત બહાર વિદેશોમાં પણ વિવિધ પ્રોસેસિંગ કરી મોકલવવામાં આવી રહ્યું છે.
તેમાં પણ મૂળી તાલુકામાં ખેડૂતો વધારે પ્રમાણમાં કપાસની ખેતી કરે છે. સાથે હાલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. અને દેશી પદ્ધતિ અપનાવી સારા કપાસનું ઉત્પાદન કરી રહ્યા છે. ત્યારે મૂળ વતન મૂળીનાં હાલ મુંબઇ રહેતા અમિતભાઇ શાહનાં મિત્ર વર્તુળ થકી માહિતી મેળવી અને કપાસની બાબતોથી આકર્ષાઇ અને ગુજરાતમાં થતી કપાસની ખેતી પદ્ધતિ જાપાનનાં ખેડૂતોને સમજાવી શકે તે માટે જાપાનની ટીમ મૂળી આવી પહોંચી હતી.
જેમાં સુરેન્દ્રનગરની એગ્રિએક્સટેન્સ સર્વિસ દ્વારા સજીવ ખેતીને પ્રોત્સાહન મળે તે માટે પ્રયત્નો કરાય છે. મૂળી તાલુકામાં અનેક ખેડૂતો હાલ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આ ખેતીને સમજવા અને ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે જાપાનથી આવી મહેમાનો 2 દિવસ સુધી મૂળીમાં રોકાયા હતા. ખેડૂતો સાથે મુલાકાત કરી પ્રાકૃતિક કપાસનાં વાવેતરની માહિતી મેળવી ખેડૂતોને બિયારણનાં પેકેટ વિતરણ કર્યા હતા. અમિતભાઇ શાહ, સુમિતભાઇ ગર્ગ, હરદેવસિંહ સિંધવ, અભિજીતસિંહ રાણા, અમિતાબેન રાવલ સહિતના ઉપસ્થિતિ રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.