પાણી ચોરોમાં ફફડાટ:મૂળી તાલુકામાં નર્મદા લાઇનમાં પાણી ચોરી કરનારા સામે કાર્યવાહી

મૂળી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૂળી તાલુકાના ગ્રામ્યવિસ્તારમાં ગેરકાયદે પાણી ચોરી કરતા ખેડૂતોનાં કનેક્શનો દૂર કરાયા હતા. - Divya Bhaskar
મૂળી તાલુકાના ગ્રામ્યવિસ્તારમાં ગેરકાયદે પાણી ચોરી કરતા ખેડૂતોનાં કનેક્શનો દૂર કરાયા હતા.
  • ચેકિંગ દરમિયાન ગેરકાયદે કનેક્શનો દૂર કરાયાં

સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્રનાં 1500 જેટલા ગામોને પીવાનું પાણી પૂરી પાડતી નર્મદાની લાઇનમાં ખેડૂતો દ્વારા ખેતી માટે ઉપયોગમાં લેવાતું હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી ચેકિંગ કરી ખાટડી તેમજ આસપાસમાંથી ગેરકાયદે કનેકશનો દૂર કરી પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરાતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.

સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદાની પાઇપલાઇન થકી ગ્રામ્યવિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે. હાલ ઉનાળામાં પાણી જરૂરિયાત વધારે રહેતી હોવાથી પાણીની ઘટ નિવારવા નર્મદા વિભાગનાં કાર્યપાલક ઇજનેર જીલ્લા પોલીસવડા હરેશ દૂધાત, ડીવાયએસપી દોશી, પીએસઆઇ હર્ષવર્ધનસિંહ ગોહિલ, મામલતદાર આર.એસ. લાવડિયા, સ્થાનિક સ્ટાફ દ્વારા મૂળી તાલુકાનાં ગઢાદ રામપરડા ખાટડી સહિતનાં ગામોમાં ચેકિંગ હાથ ધરી ગેરકાયદે કનેક્શન લઇ ખેતી માટે ઉપયોગ કરાતા ખેડૂતો સામે લાલ આંખ કરી ગેરકાયદે કનેક્શનો દૂર કરવામાં આવ્યા હતા.

જ્યારે પાણી ચોરી બાબતે પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી હાથ ધરાતા પાણી ચોરી કરતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...