રોગચાળો:મૂળીના સિધ્ધસર ગામમાં મેલેરિયા, ચિકનગુનિયાનાં 100 જેટલા કેસ

મૂળી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૂળીનાં સિધ્ધસર ગામે મેલેરિયા, ચિકનગુનિયા સહિતનાં કેસ સામે આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. - Divya Bhaskar
મૂળીનાં સિધ્ધસર ગામે મેલેરિયા, ચિકનગુનિયા સહિતનાં કેસ સામે આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
  • તંત્ર દવાનો છંટકાવ, ફોગિંગ શરૂ કરે તેવી લોકોની માગણી

મૂળી તાલુકાનાં સિધ્ધસર ગામે રોગચાળાએ માથુ ઊચક્યું હોય તેમ સમગ્ર ગામમાં 100 જેટલા તાવ, મેલેરિયા, ચિકનગુનિયા સહિતનાં કેસો સામે આવતા સમગ્ર ગામમાં ફફડાટ ફેલાયો છે. જ્યારે આરોગ્ય વિભાગની ગોકળગતિએ ચાલતી કામગીરીથી સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે તંત્ર દ્વારા દવા છંટકાવ સાથે ફોગિંગ અને ઉકાળા સહિત સેવા શરૂ કરવા લોકો માંગ કરી રહ્યા છે.

મૂળી તાલુકામાં આરોગ્યની સેવા જાણે કાગળો પર જ થતી હોય તેમ દર વખતે ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા મારવાનો બનાવ સામે આવતો હોય છે. હાલ સમગ્ર તાલુકામાં વિવિધ બિમારીએ માથુ ઊચક્યું છે. ત્યારે મૂળીનાં સિધ્ધસર ગામે રોગચાળો જાણે ઘર કરી ગયો હોય તેમ ઘરે ઘરે માંદગીનાં ખાટલા જોવા મળી રહ્યા છે. અને સમગ્ર ગામમાં તાવ, મેલેરિયા, ચિકગુનિયા સહિતના 100થી વધુ કેસો બિમારીનાં સામે આવતા આરોગ્ય ટીમ ઉંઘતી ઝડપાઇ છે.

તંત્ર સમગ્ર ગામમાં સરવે કરી દવા છંટકાવ ઉકાળા વિતરણ સહિતની કામગીરી કરવા લોકો માંગ કરી રહ્યા છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે સિધ્ધસરમાં હાલ 100થી વધુ કેસ ઘરે ઘરે માંદગીનાં ખાટલા છે અને સાયલા સરકારી તેમજ ખાનગી દવાખાનામાં સારવાર લઇ રહ્યા છે. ત્યારે આરોગ્ય ટીમ દ્વારા કાર્યવાહી કરાય તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...