મૂળીનાં આંબેડકરનગરમાં રહેતા પરિવારની યુવતી કપડા ધોવા માટે બાજુમાં આવેલ કુવા પાસે ગઇ હતી. જ્યાં પગ પલસતા યુવતી ડુબી જતા મોત થયુ હતુ. જ્યારે યુવતીને બચાવવા પડેલા યુવકે પણ ગણતરીનાં કલાકોમાં ગળેફાંસો ખાઇ જીવન ટુંકવી લેતા ગુરૂવારે એક જ દિવસમાં બેના મોતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ છે.
મૂળી તાલુકામાં આપધાત અને અકસ્માતે મોતનાં બનાવો ખુબ જ બની રહ્યા છે. ત્યારે મૂળીમાં ગુરૂવારે યુવક અને યુવતીના મોતથી ચકચાર ફેલાઇ હતી. મૂળી પોલીસ સ્ટેશનથી મળી માહિતી મુજબ મૂળીનાં આંબેડકરનગર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રભાઇ મફાભાઇ પરમારે જાહેર કર્યુ છે કે હંસાબેન મફાભાઇ પરમાર રામાપીર મંદિર પાસે આવેલા કુવા પાસે કપડા ધોવા માટે ગયા હતા. જયાં હંસાબેનનો પગ લપસી જતા કુવામાં પડી જતા હંસાબેનનું મોત થયુ હતુ.
જયારે પ્રવિણભાઇ કેહરભાઇ પરમારે જાણવાજોગ લખાવતા જણાવ્યુ છે કે તેમનો પુત્ર કમલેશભાઇ પ્રવિણભાઇ પરમાર ગુરૂવારે કુવામાં પડેલા હંસાબેન પરમારને બચાવવા જતા તેઓ ગભરાઇ જતા પોતે ગળેફાંસો ખાઇ ખાઇ જીવન ટુંકાવી લીધાનું જણાવતા વધુ તપાસ એએસઆઇ હર્ષરાજસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.