તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોટી રજૂઆત:માનપર સ્મશાનના કામમાં ગેરરીતિનો વીડિયો ફરતો થયો

મૂળી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કામગીરી હજુ પૂર્ણ થઇ નથી, તે ભાઇને નાણા આપ્યા ન હોવાથી ખોટી રજૂઆત કરે છે : સરપંચ

મૂળીના માનપર ગામે સ્મશાનમાં સ્નાનઘાટ બનાવવાનાં કામમાં ગેરરીતિ થયાનો વીડિયો સ્થાનિક યુવક દ્વારા સોશિયલ મીડિયામાં ફરતો કરાતા ચકચાર ફેલાઇ છે. જયારે સરપંચના કહેવા મૂજબ હજુ કામ પૂર્ણ જ નથી થયુ અને પૈસા ન આપતા આ ભાઈ આવુ કરી રહ્યા હોવાનુ કહી પોતાનો બચાવ કર્યો હતો.

મૂળી તાલુકામાં ગ્રામ્યવિસ્તારમાં લોકોને પૂરતી સુવિધાઓ મળે તે માટે વિવિધ વિકાસલક્ષી કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે મૂળીનાં માનપર ગામે હાલ સ્મશાનમાં સ્નાનધાટ બનાવવામાં આવી રહ્યો છે જેમાં સ્થાનિક યુવક ડુંગરભાઇ કોળી દ્વારા સ્થાનિક સરપંચ દ્વારા ગેરરીતિ આચરી કામ નબળુ કર્યા હોવાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં ફરતો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ છે. અને વીડિયોમાં કામની યોગ્ય તપાસ કરવા માંગ કરાઇ છે. આ અંગે માનપરનાં સરપંચ લાભુભાઇએ જણાવ્યુ હતુકે અગાઉ આ ભાઇએ નાણાની માંગણી કરી હતી જે મેં ન આપતા સ્નાનઘાટનો વીડિયો બનાવ્યો છે પરંતુ હજી આ કામગીરી પૂર્ણ થઇ જ નથી અને કોઇ નાણા પણ ચુકવાયા નથી. તેમ છતા તેમને સ્નાનઘાટમાં તોડફોડ કરી નુકશાન કર્યુ છે જેથી કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો