વિવાદ:મૂળી રોડ પર ખનીજ ચોરો અને ખાણ-ખનીજ ટીમ વચ્ચે ઝપાઝપીનો વીડિયો ફરતો થયો

મૂળી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

મૂળી તાલુકામાં ખનીજચોરીની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠી રહી છે. ત્યારે રવિવારે ખાણ ખનીજની ટીમ દ્વારા મૂળી હાઇવે પર ખનિજ ભરેલું ડમ્પર રોકાવા મુદે સ્થાનિક યુવકો અને ખાણખનીજનાં અધિકારી દ્વારા ઝપાઝપી થયાનો વીડિયો ફરતો થતા ચકચાર મચી છે.

મૂળી તાલુકામાં રેતી, કપચી, કોલસો સહિતની ખનિજ મળી આવે છે. આ ખનીજની બેફામ રીતે ચોરી થઇ રહી છે. ત્યારે આવી જ રીતે મૂળી રોડ પર ખનીજ ભરી જઇ રહેલું ડમ્પરનો પીછો કરતા ડમ્પર પેટ્રોલપંપમાં જતા અને પાછળ ખાણ ખનીજ વિભાગની ટીમ જતા મામલો બિચકાયો હતો.

જેમાં ડમ્પર માલિક અને ખાણખનીજ ટીમ વચ્ચે ઝપાઝપી થયાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. જ્યારે ખનીજ ભરેલ ડમ્પર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધર્યાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...