દુર્ઘટના:મૂળીના સરલા ગામે કોલસાની ખાણમાં ભેખડ ધસી પડતાં મજૂરનું મોત

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂમાફિયાઓએ PM વગર અંતિમવિધિ કરી

મૂળી તાલુકાનાં માનપર ગામનાં શખ્સો દ્વારા સરલા પાસે ગેરકાયદે ઊંડા કૂવા કરી કાર્બોસેલ કાઢવામાં આવતો હતો. દરમિયાન ભેખડ ધસી પડતા યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે ભૂમાફિયા દ્વારા લાશને પીએમ કર્યા વગર અંતિમવિધિ કરી દેવાઈ હતી.

મૂળી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં સરલા તેમજ આસપાસમાં મોટાપ્રમાણમાં ખનીજ મળી આવે છે. જેમાં કોલસો અને સફેદ માટી રેતીનું ગેરકાયદે ખનન અને વહન થાય છે. જેમાં અનેક આકસ્મિક મૃત્યુની ઘટનાઓ પણ બને છે. આવો જ એક બનાવ મૂળીનાં માનપર ગામનાં કેટલાક શખસો દ્વારા સરલા ગામે પાવર સ્ટેશન પાસે માનપરનાં કેટલાક શખસો દ્વારા ચાલતી કોલસાની ખાણમાં ભેખડ ધસી પડી હતી. તેમાં કામ કરતાં રણજીતભાઇ નામનાં યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે આ અંગે સરકારી ચોપડે કોઇ જ નોંધ ન થતા અનેક ચર્ચાએ સમગ્ર વિસ્તારમાં જોર પકડ્યું છે.

બીટ જમાદાર એ.એમ. ઝાલાએ જણાવ્યું હતું કે આ અંગે અમારી પાસે કોઇ વિગત આવી નથી અને અમને જાણ પણ કરાઇ નથી. તેમ છતા જો કોઇ ફરિયાદ આવશે તો તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...