મૂળીમાં શ્રીહરીએ ધણો સમય રહી આસપાસનાં અનેક સ્થાનો પ્રસાદિનાં કર્યા છે. તેથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં મૂળીમાં અનેરુ મહત્વ રહેલુ છે. શ્રીહરીએ છ મંદિરો બંધાવેલ જેમાંનુ એક મૂળી સ્વામિનારાયણ મંદિર છે. જેથી દરરોજ સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પધારે છે.
આ મંદિર બનાવ્યાને 200 વર્ષ પુર્ણ થતા કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ અને વજેન્દ્રપ્રસાદજીની આજ્ઞાથી મંદિરનાં મહંત હરીપ્રકાશદાસજી સ્વામીનાં દેખરેખ હેઠળ મૂળી મંદિર ખાતે આગામી 20 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ઉત્સવ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યુ છે.
જેમાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો કથા વાર્તા,સાંસ્કૃતિક કાર્યક્રમ પુજા અર્ચના સહિતનો લાભ લેશે. સાત દિવસ સુધી યોજાનાર કાર્યક્રમ દરમિયાન રાજકિય અગ્રણીઓ મોટી સંખ્યામાં પધારશે સાથે 22 જાન્યુઆરીએ રાજયપાલ પધારવાનાં હોવાથી અત્યારથી પોલીસ દ્રારા વિવિધ કામગીરી આરંભવામાં આવી છે.
7 દિવસના કાર્યક્રમ
{ 200 સંહિતા { 201 કળશ પૂજન { 200 ગામોમાં 200 કલાકની ધૂન { સાંસ્કૃતિક કાર્યક્રમ { વ્યસન મુક્તિ યુવા મંચ { ઓર્ગેનિક ખેતી અંગે પ્રોજેક્ટ { રાજોપચાર પૂજનવિધિ { 1500 કિલો પુષ્પાભિષેક { હવેલી દર્શન પ્રદર્શન ખૂલ્લું મૂકાશે { લેઝર શો આતશબાજી { સવા લાખ દીવડાની આરતી { ભોગવતી નદીનું પૂજન અને મહાઆરતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.