તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:મૂળીના ટીકર નજીક નીલગીરી વાવેલા સ્થળે બાવળોનો જમાવડો

મુળી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
નિલગીરી માં બાવળોનું સામ્રાજય જોવા મળે છે. - Divya Bhaskar
નિલગીરી માં બાવળોનું સામ્રાજય જોવા મળે છે.
  • પંથકમાં વનવિભાગની કામગીરી રામભરોસે
  • કુલ 10 હજાર નીલગીરીમાંથી માત્ર 30% જ બચ્યાં

મૂળી તાલુકામાં જાણે વનવિભાગની કામગીરી રામભરોસે ચાલતી હોય તેમ ટીકર પાસે ચાર વર્ષ પહેલા અંદાજે ૧૦ હજારથી વધુ નિલગીરીનું વાવેતર કરાયું હતું પરંતુ અ યોગ્ય સંભાળનાં કારણે હાલ અંદાજે માત્ર ત્રણ હજાર જેટલી જ નિલગીરી જોવા મળે છે જયારે સંભાળ પાછળ લાખોનો ખચૅ કરવા છતા હાલમાં બાવળો અને અન્ય વસ્તુઓનું પ્રમાણ વધારે જોવા મળી રહયું છે. મૂળીના ટીકર પાસે 4 વર્ષ પહેલા ગ્રામપંચાયતની જમીન પર અંદાજે 10 હજારથી વધારે નિલગીરીનું વાવેતર કરાયું હતું પરંતું અયોગ્ય જાળવણીનાં કારણે હાલમાં માત્ર ત્રણ હજાર નિલગીરી જોવા મળી રહી છેઅને નિલગીરી માં બાવળોનું સામ્રાજય જોવા મળેછે અને નિલગીરી પણ જાળવણીનાં અભાવે સુકાઇરહી છે ત્યારે જવાબદાર તંત્ર યોગ્ય કાયૅવાહી કરવામાં આવે તેવી પયાૅવરણ પ્રેમીઓ માંગ કરી રહ્યા છે.

આ અંગે વૃક્ષ પ્રેમીઓ પ્રતિકસિંહ, મનોજભાઇ સહીતનાંઓએ જણાવ્યું હતું કે અંહી છેલ્લા ઘણા સમયથી યોગ્ય દેખભાળનાં અભાવે નિલગિરી ઓછી થઇ રહી છે અને બાવળોનું સામ્રાજય જોવા મળી રહયું છે.ત્યારે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાયૅવાહી કરાય તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો