ગાયનું રેસ્ક્યુ:મૂળીનાસરા રોડ પર ખાડામાં ફસાયેલી ગાયનું રેસ્ક્યુ કરાયું

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મૂળી તાલુકાનાં સરા ગામ પાસે મૂળી રોડ પર સાઇડમાં ખાડામાં ગૌમાતા ફસાઇ હતી. આથી સ્થાનિક ગૌભક્તો દ્વારા ક્રેઇનની મદદથી ભારે જહેમત બાદ બચાવી લેવાતા સ્થાનિકોમાં રાહતની લાગણી ફેલાઇ છે. મૂળી તાલુકામાં લમ્પી સમયે તેમજ હંમેશા ગૌસેવાને લઇ વિવિધ સેવાકિય કામગીરી કરવામાં આવે છે.

ત્યારે મૂળી તાલુકાનાં સરા ગામ પાસે મૂળી રોડ પર ખાડામાં ગૌમાતા ફસાઇ જતા ઠંડીમાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા. આ અંગે સ્થાનિક ગૌભક્તો રાહુલભાઇ ખરગીયા, વિપુલભાઇ સહિતનાં દ્વારા પ્રથમ દોરડા વતે ગૌમાતાને બહાર કાઢવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેમ છતા ન નિકળતા આ અંગે મેલડીમાં મંદિરમાં રહેલી ક્રેઇનની મદદથી ભારે જહેમત બાદ ગૌમાતાને બહાર કાઢવામાં આવતા ગૌભક્તોમાં હાંશકારા સાથે આંનદની લાગણી ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...