દરોડા:દેવપરાથી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

મુળીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૂળીના દેવપરા ગામે બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતો હોવાની એસઓજી ટીમને બાતમી મળતા દવા સહિત સામાન જપ્ત કરી કાર્યવાહી કરાઇ છે. મૂળીનાં દેવપરા ગામે છેલ્લા ધણા સમયથી ડીગ્રી વગરનો ગોવિંદભાઇ રણછોડભાઇ રબારી ક્લિનિક ખોલી પ્રેકટીસ કરતો હોવાનું એસ ઓ જી શાખાનાં યોગેન્દ્રસિંહ ચુડાસમા ધ્યાને આવતા તેમણે વગડીયા પી એચ સી નાં ડોક્ટર પ્રિન્સીબા ચુડાસમાને જાણ કરી સ્ટાફનાં એસ બી સોલંકી  ધનશ્યામભાઇ પ્રવિણભાઇ  હસમુખભાઇ સહિતનાંએ તપાસ આરંભી હતી. જેમાં જેમાં દેવપરા રોડ પર ગોવિંદભાઇ રબારી છેલ્લા દશ વર્ષથી  કોઇપણ જાતની ડીગ્રી વગર હાઇવે પર આવેલ રૂમમાં ટેબલ રાખી તેમજ એલોપેથિક દવા આપતો હોવાથી અલગ અલગ કંપની ની દવા સહિતનો સામાન ટીમ દ્રારા જપ્ત કરી પોલીસ મથકે ગુનો નોંધાતા વધુ તપાસ પી એસ આઇ ડી જે ઝાલા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...