તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:થાનના 8 શખસે ખેડૂતને માર મારી ફાયરિંગ કર્યું

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂળી તાલુકાના માનપર ગામની ઘટના

મૂળી તાલુકામાં માનપર ગામે અગાઉનાં ઝઘડાનું મનદુ:ખ રાખી થાનગઢનાં 8 જેટલા શખસે પાઇપ અને રિવોલ્વરથી ફાયરિંગ કરી બાઇકમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

મૂળીનાં માનપર ગામે રહેતા હેમતભાઇ ગોકળભાઇ અગોલા શનિવારે મોડી સાંજે પોતે ભાગવી રાખેલ લાભુભાઇ અગોલાની વાડીમાં ખેતીકામ કરતા હતા. ત્યારે થાનનાં ભૂપતભાઇ લાલાભાઇ સોંલકી સ્કૂટી પર આવી સાથે અજયભાઇ મૂળજીભાઇ, ધેરી, જયેશભાઇ જયંતિભાઇ ચાવડા, ગિરીશભાઇ ભલાભાઇ સિંગલ, અલ્પેશભાઇ ભીખાભાઇ પરમાર, મુકેશભાઇ ગોરધનભાઇ તેમજ એક અજાણ્યો શખસ બે કાર અને સ્કૂટી લઇ આવી અગાઉ ઝઘડો કરેલ તેનું મનદુ:ખ રાખી પાઇપ અને ધોકા લઇ આવી વાડીમાં કેમ આવો છો તેમ કહી રિવોલ્વરમાંથી રાઉન્ડ ફાઇરિંગ કરતા હેમતભાઇ ગોક ળભાઈ અગોલા નીચે નમી ભાગી છૂટ્યા હતા. જ્યારે તેમના બાઇકમાં ધોકા અને પાઇપ વતે નુકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આઠેય શખ્સો સામે ગુનો નોંધી ઝડપી લેવા તપાસ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...