તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાંડવરા સીમમાંથી 754 બોટલ વિદેશી દારૂ જપ્ત, ટ્રકમાં સામાનની આડમાં છુપાવ્યો હતો

મુળી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રક સહિત19.56 લાખનો મુદામાલ ઝડપાયો

મૂળીનાં પાંડવરા વેણાસર સિમ વિસ્તારમાં વિદેશી દારૂનું કટીંગ થવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો કર્યો હતો. જેમાં 756 બોટલ વિદેશીદારૂ, આઇશર ટ્રક સહિત 19.56 લાખનો મુદામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળી તાલુકામાં દેશીતેમજ વિદેશીદારૂનું વેચાણ મોટાપાયે થઇ રહ્યુ હોવાથી દારૂની બદીને અટકાવવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મૂળી પોલીસના દેવાભાઇ રબારીને મળેલ બાતમીનાં આધારે પીએસઆઇ કુરેશીનાં માર્ગદર્શન હેઠળ વિશ્વરાજ સિંહ પરમાર, સતિષભાઇ દેવમુરારી, હરેશભાઇ ખવડ સહિતનાંએ પાંડવરાની વેણાસર તરીકે ઓળખાતી સીમજમીનમાં દરોડો કર્યો હતો. જેમાં હરીયાણા પાર્સીંગનાં આઇસર ટ્રકમાં ઘર વખરી સામાનની આડમાં અલગ અલગ બ્રાન્ડની 754 બોટલ વિદેશી દારૂ કિ. 2.52 લાખનો તેમજ આઇસર ટ્રક સહિત રૂ.19,54,920નો મુદામાલ ઝડપી પાડ્યો હતો. જયારે સ્થળ પરથી એકપણ આરોપી ન મળતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...