કાર્યવાહી:જિલ્લામાં જુગારના 6 જગ્યાએ દરોડા: 37 આરોપી ઝડપાયા

મૂળી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૂળીના વગડિયાથી 10 ઝડપાયા. - Divya Bhaskar
મૂળીના વગડિયાથી 10 ઝડપાયા.
  • મૂળીના વગડિયામાં 1. 71 લાખની મતા સાથે 10 પકડાયા
  • થાનના વીજળિયામાં 1.48 લાખ સાથે 5 પકડાયા, 6 ફરાર

જિલ્લામાં ચાલતા જુગારધામો પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે સોમવારની રાતથી લઇને મંગળવાર સુધીમાં અલગ અલગ કુલ 6 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમા કુલ રૂ.4.28.720 ના મુદ્દામાલ સાથે 37 શખસને જુગાર રમતા પકડ્યા હતા.

મૂળી પોલીસ સ્ટેશન સ્ટાફનાં હર્ષરાજસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ,રાયસંગભાઇ,દિલીપસિંહ સહિતનાંઓ નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હર્ષરાજસિંહ અને દિલીપસિંહને સંયુક્ત રીતે માહિતિ મળી હતી કે વગડિયા ગામે નવધણભાઇ હીરાભાઇ બાટીયાનાં ઘર પાસે ખુલ્લામાં જુગાર રમાય છે. જેથી પોલીસે રેડ કરી જુગાર રમતા વગડીયાનાં ફારૂકભાઇ આદમભાઇ માણેક, કિશનભાઇ વિનુભાઇ મારૂણીયા, જયંતિભાઇ સાદુર્ળભાઇ સાતોલા, વિજયભાઇ ચતુરભાઇ ગળધરીયા, ખાખરાળાનાં ખોડાભાઇ મનસુખભાઇ ઇંદરીયા, મનસુખભાઇ કમાભાઇ નંદેસરીયા, પલાસાના વાલજીભાઇ ભાથાભાઇ બાંટીયા, થાનનાં સુખભાઇ વિરજીભાઇ બાંટીયા, વનરાજભાઇ ધનાભાઇ મારૂણીયા, તેમજ ચંદ્રસિંહ ધનશ્યામસિંહ રાણાને પોલીસે ઝડપી પાડ્યા હતા અને પોલીસે સ્થળ પરથી 1,30,200 રોકડા, 6 મોબાઇલ સહિત 1,71,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

થાન | એલસીબી પીઆઇ એમ.ડી. ચૌધરીની સૂચનાથી સ્ટાફે થાનના વિજળિયા ગામની સીમમાં જુગારનો દરોડો કર્યો હતો. જ્યાંથી રમેશભાઇ ચતુરભાઇ ઝાલા, બીજલભાઇ તેજાભાઇ કેરાળીયા, સુરેશભાઇ ધીરૂભાઇ મકવાણા, રાહુલ તેજાભાઇ કેરાળીયા, વીરમભાઇ લાખાભાઇ વાટુકીયાને પકડી લેવામાં આવ્યા હતા. જ્યારે ગોરધનભાઇ સોલંકી, રાજુભાઇ સોલંકી, કમાભાઇ રઘાભાઇ સોલંકી, રમેશ ઉર્ફે ડમો માધાભાઇ કેરાળીયા, ભૂરો સોલંકી અને નરશીભા સોમાભાઇ વાઢેર નાસી છૂટ્યા હતા.

એલસીબીની ટીમે બનાવના સ્થળેથી રોકડ સહિત કુલ રૂ.1.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પાટડી | એલસબીની ટીમે આદરિયાણા ગામમાં વરલી મટકાની રેડ કરી હતી. જેમાં ગામમાં આવેલી ચાની કિટલી પાસે વરલીનો જુગાર રમાડતા કલાભાઇ ઉર્ફે રંગીલા વસંતભાઇ થરેસાને પકડી લીધો હતો. તેની પાસેથી કુલ રૂ.11200 રોકડા મળી આવ્યા હતા.

સુરેન્દ્રનગર | સિટી પોલીસના સવજીભાઇ દાફડાએ વાળમીલ રોડ ઉપર આવેલા બાબભાઇ લક્ષ્મણભાઇ મુલરવના રહેણાક મકાનમાં દરોડો પાડ્યો હતો. જયાથી મકાન માલિક બાબભાઇ મુલરવ તથા રમેશભાઇ લાલાભાઇ ડાભી,ખોડાભાઇ મેરાભાઇ મેવાડા, રમેશભાઇ રાણાભાઇ ગમારાને જુગાર રમતા પકડી લીધા હતા. આરોપીઓ પાસેથી કુલ રૂ.15780 ની મત્તા મળી આવી હતી. ચુડા | ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઈ.પીએસઆઈ કે.એચ.ઝનકાત, યુવરાજસિંહ વાઘેલા સહિત પોલીસ ટીમે વનાળા ગામે ખોડિયાર મંદિર નજીક રઘુ ગોવિંદ પનાળીયા, સંદિપ શંકર પનાળીયા, જિગ્નેશ લાલજી પધરિયા, નિલેશ લધુ સરવૈયા, સંજય પ્રભુ સરવૈયા, ચિરાગ જીવણ સરવૈયા, જકસી લક્ષ્મણ લાંબરિયા, ગોપાલ કરશન લાંબરિયા, રાજેશ ચીકુ પનાળીયા, કલ્યાણ મેરૂ સરવૈયા અને મોતી હિરા ચાવડીયાને જુગાર રમતા ઝડપી લીધા હતા. પકડાયેલા શખસો પાસેથી 60,970 રૂ.નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ચોટીલા|ચોટીલાનાં નાનીમોલડી પોલીસે મોલડી ગામે લાલજીભાઇ માધાભાઇ ડાભી મકાન પાસે શેરીમાં જુગાર રમાડતો હોવાની હકિકત મળતા PSI વાય એસ. ચુડાસમા તથા સ્ટાફે દરોડો કર્યો હતો.જ્યાં જુગાર રમતા લાલજીભાઇ માધાભાઇ ડાભી, છેલ્લુભાઇ લીંબાભાઇ લુંભાણી, અજયભાઇ અમરશીભાઇ ડાભી, નીલેશભાઇ રાણાભાઇ સંઘાણી, રાજેશભાઇ માધાભાઇ ડાભી, વજુભાઇ મોહનભાઇ ડાભીને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી રૂ.21,770નો મુદામાલ જપ્ત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...