દરોડો:મૂળીના માનપરમાં 6 જુગારી રૂ. 1.10 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મૂળી તાલુકાનાં માનપર ગામે જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે દરોડો કર્યો હતો. જ્યાંથી પોલીસે 6 શખસ સહિત 1.10લાખનો જુગાર ઝડપી કાર્યવાહી કરી છે.

મૂળી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લેઆમ ગેરકાયદે પ્રવૃતિઓ ચાલી રહી છે.આથી મૂળી પીએસઆઇ એસ.એસ.વરૂનાં માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં હર્ષરાજસિંહ ઝાલા, રાયસંગભાઇ, દિલીપસિંહ, રોહિતભાઇ, જયપાલસિંહ, કિરીટસિંહ, સતિષભાઇ દેવમોરારી, મહોબતસિંહ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હર્ષરાજસિંહ ઝાલાને બાતમી મળી હતી કે માનપર ગામે જુગાર રમાય છે જેથી સ્ટાફ સાથે માનપર ગામે ખાખરાળા જવા માર્ગે આવેલ તળાવમાં સ્નાનઘાટમાં દરોડો કર્યો હતો.

જ્યાં જુગાર રમતા હેમતભાઇ છનાભાઇ છત્રોટીયા, પ્રવિણ ચંદુ છત્રોટીયા, દેવરાજ બિજલ છત્રોટીયા,જનક સાદુર્ળ છત્રોટીયા ભુપત બિજલ છત્રોટીયા,વનરાજ ગોવિંદ છત્રોટીયાને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 30,120 રોકડા, 3 મોબાઇલ, 2 મોટરસાઇકલ સહિત 1,10,120નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...