કાર્યવાહી:મૂળી મામલતદાર કચેરીમાં 50 ટકાને શોકોઝ નોટિસ

મૂળી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

મૂળી મામલતદાર કચેરીમાં સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં સામાન્યથી લઇ મધ્યમ વર્ગનાં દરેક લોકો વિવિધ કામ અર્થે આવે છે. ત્યારે મામલતદાર કચેરીમાં વિવિધ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ10:30નો સમય હોવા છતા 11 વાગ્યા બાદ આવતા હોવાથી મામલતદાર પાસે ફરિયાદો ઉઠવા પામી હતી. જયારે મંગળવારે એટીવીટી શાખાનાં મુખ્ય અધિકારી 11:30 થવા છતા પોતાની ફરજ પર હાજર ન રહેતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ હતી.

આ સમગ્ર ધટના અંગે બુધવારનાં રોજ દિવ્યભાસ્કર દ્વારા વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. જેને લઇ ઇન્ચાર્જ મામલતદાર આર.એસ.લાવડીયા દ્વારા બુધવારે સવારે 10:45 બાદ વિવિધ શાખામાં તપાસ કરતા 22 માંથી 11 કર્મચારી સમય કરતા મોડા આવતા તમામને 6 વાગ્યા સુધીમાં લેખિતમાં જવાબ આપવા જણાવાતા સમગ્ર મામલતદાર કચેરીમાં ચકચાર સાથે ફફડાટ ફેલાયો હતો.

આ અંગે ઇન્ચાર્જ મામલતદાર આર.એસ.લાવડીયાએ જણાવ્યું હતુકે મૂળી મામલતદાર કચેરીની વિવિધ શાખામાં કેટલાક સમયથી સ્ટાફ સમયસર હાજર ન રહેતા હોવાનું ધ્યાને આવતા લોકોના પ્રશ્નોને ધ્યાને લઇ 11 કર્મચારીને મોડા આવવાનું કારણ ધરી ખુલાસો આપવા નોટીસ અપાઇ છે. જો જવાબ નહી અપાય તો એક તરફી નિર્ણય કરી શિક્ષાત્મક પગલા લેવાશે.

અન્ય સમાચારો પણ છે...