તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સિધ્ધસર પાસે લૂંટ મચાવનાર 4 શખ્સો પોલીસ સાણસામાં

મૂળી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડોળીયા બાઉન્ડ્રી પાસેથી ઝડપાયા
 • 2 દિવસ પહેલા મોડી સાંજે ટ્રક અને આઇશરનાં ડ્રાઇવરને લૂંટી લીધા હતા

મૂળી તાલુકાનાં સિધ્ધસર ગામે પાસે તા. 29 એપ્રિલે મોડી સાંજે પાઇપ અને લાકડી જેવા હથીયારો વડે હુમલો કરી ડમ્પર અને આઇશર ચાલકને માર મારી વાહનના કાચ તોડી ચાર શખ્સોએ લૂંટ કરી સમગ્ર વિસ્તાર માથે લીધો હતો. ત્યારે મૂળી પોલીસે ગુનો નોંધી ચારેય શખ્સોને ઝડપી કાર્યવાહી કરાઇ હતી.

મૂળી તાલુકામાં ગુનેગારોને જાણે કાંઇ પડી જ ન હોય તેમ ખુલ્લેઆમ આતંક મચાવતા હોવાનુ બે દિવસ પહેલા ફરિયાદ થતા ધ્યાને આવ્યુ હતુ. જેમાં સાયલાનાં ત્રણ શખ્સો તેમજ એક મૂળીનાં શખ્સે મળી લોખંડનાં પાઇપ અને લાકડી વડે સિધ્ધસર નજીક થાનનાં આઇશર ચાલક રણમલભાઇ ગોકળભાઇ અલગોતર અને ડમ્પર ચાલક સુદામડાનાં કાભુભાઇ સામતભાઇ કલોત્રાને અટકાવી વાહનમાં તોડફોડ કરી રૂપિયા 5700ની લૂંટ ચાલાવી કાર લઇ ભાગી છુટતા મૂળી પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ આરંભી હતી.

જેમાં પીએસઆઇ ડી.જે. ઝાલા, રણજીતસિંહ મોરી, રાયસંગભાઇ, પરાક્રમસિંહ ઝાલા, મહોબતસિંહ પરમાર સહિતનાં દ્વારા સાયલાનાં હોળીધાર વિસ્તારમાં રહેતા દલસુખભાઇ ભવાનભાઇ ઝાલા, સંજયભાઇ જીવણભાઇ રાઠોડ, હડાળાનાં નાજાભાઇ વશરામભાઇ રાઠોડ તેમજ મૂળીનાં ભરતભાઇ મગનભાઇ કોરડીયાને કાર તેમજ લૂંટેલા રૂ.5700 સાથે ડોળીયા બાઉન્ડ્રી પાસેથી ઝડપી લેવાતા પોલીસે રાહતનો દંમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો