કાર્યવાહી:મૂળીનાં ટીડાણા પાસેથી રેતી ભરેલા 7 ડમ્પર સહિત 1.50 કરોડની મતા ઝડપાઈ

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડી સાંજે મૂળી પોલીસે રેડ કરી ખાણખનીજને સોંપ્યા

મૂળી તાલુકાનાં ટીડાણા, મૂળી, ગોદાવરી, ધર્મેન્દ્રગઢ આસપાસનાં ગામોમાં ભોગાવો નદીમાં રેતી અને માટી વિપુલ પ્રમાણમાં મળી આવે છે. ત્યારે આ ખનીજને પરવાનગી વગર ખુલ્લેઆમ વહન કરવામાં આવી રહ્યું છે. જેથી અગાઉ અનેક વખત તંત્ર દ્વારા યોગ્ય કાયૅવાહી કરાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા હતા. ત્યારે મૂળી પોલીસે ટીડાણા પાસે દરોડો કરી સાત ડમ્પર રેતી સહિત 1.50 કરોડનો મુદામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળી તાલુકાનાં સરલા, ભેટ, રાણીપાટ, કરશનગઢ, સરા, આંબરડી, રામપર ગામ આસપાસમાં વિપુલ પ્રમાણમાં સફેદ માટી અને ફાયરક્લે મળી આવે છે. ત્યારે આ ગામોમાં બેફામ રીતે કોઇપણ જાતની પરવાનગી વગર ખનિજનું ખોદકામ અને વહન થઇ રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.

આવી જ રીતે મૂળીનાં ટીડાણા ગામ પાસે રેતીનું વહન થતું હોવાની જાણ મૂળી પોલીસ મથકનાં પીએસઆઇ એસ.એસ. વરૂને થતા સ્ટાફનાં હર્ષરાજસિંહ ઝાલા, રાયસંગભાઇ, વિશુભા, સિધ્ધરાજસિંહ, દિલીપસિંહ સહિતનાંએ મંગળવારે મોડી સાંજનાં સમયે ટીડાણા ગામે સિમ વિસ્તારમાં તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...