તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:લિયા ગામે મકાનમાં સંતાડેલો 1.41 લાખનો દારૂ ઝબ્બે, બુટલેગર ફરાર

મુળી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે બાતમી આધારે રેડ કરી 334 બોટલ ઝડપી

મૂળી તાલુકાનાં લિયા ગામે વિદેશી દારૂ વેચાતો હોવાની બાતમીના આધારે મૂળી પોલીસે તપાસ હાથ ધરતાં બંધ મકાનમાંથી 1.41 લાખનો વિદેશી દારૂ ઝડપી કાર્યવાહી કરાતા સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

મૂળી તાલુકામાં દેશી તેમજ વિદેશદારૂનું મોટાપાયે વેચાણ થઇ રહ્યું છે ત્યારે ગુરૂવારે મોડી સાંજે સ્થાનિક પોલીસ મથકનાં પી.એસ.આઇ ડી.જે.ઝાલા રોહિતભાઇ રાઠોડ, વિશુભા પરમાર હર્ષરાજસિંહ ઝાલા, રાજપાલસિંહ પરમાર સહિતનાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી કે લિયાનાં કુલદિપસિંહ વાધુભા રાણા પોતાના ધરે વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે. જેથી પોલીસે તપાસ આરંભી હતી જેમાં અલગ અલગ બ્રાન્ડની 334 બોટલ તેમજ એક મોબાઇલ સહિત 1,41,600નો મુદામાલ ઝડપી પડાયો હતો. કુલદિપસિંહ વાધુભા રાણા ફરાર થતાં તપાસ આરંભાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો