તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મૂળીના માનપર ગામે ફાયરિંગના બનાવના 10 આરોપી ઝડપાયા

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મૂળી તાલુકામાં માનપર ગામે અગાઉનાં ઝધડાનું મનદુ:ખ રાખી થાનગઢનાં 10 જેટલા શખસે ધોકો પાઇપ અને રિવોલ્વરથી ફાયરિંગ કરી બાઇકમાં તોડફોડ કરી નુકસાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી હતી. જેમાં ગણતરીની કલાકોમાં મૂળી પોલીસે તમામ આરોપીને ઝડપી પાડ્યા હતા.

મૂળીનાં માનપર ગામે રહેતા હેમતભાઇ અગોલા શનિવારે મોડી સાંજે પોતે ભાગવી રાખલે લાભુભાઇ અગોલાની વાડીમાં ખેતીકામ કરતા હતા. ત્યારે થાનનાં ભુપતભાઇ સોલંકી સ્કુટી પર આવી સાથે અજયભાઇ પારધી, સંજયભાઇ ઉર્ફે ધેરી પરમાર, જયેશભાઇ ચાવડા, ગીરીશભાઇ સિંગલ, અલ્પેશભાઇ પરમાર, મુકેશભાઇ પરમાર, કેતનભાઇ પરમાર, મેહુલભાઇ ઉર્ફે ડાબો છાસિયા તેમજ પ્રવિણભાઇ ઉર્ફે કાળુભાઇ ઉર્ફે કદો મકવાણા કાર અને સ્કુટી લઇ આવી અગાઉ ઝઘડો કરેલ તેનું મનદુ:ખ રાખી પાઇપ અને ધોકા લઇ આવી વાડીમાં કેમ આવો છો તેમ કહી રિવોલ્વરમાંથી રાઉન્ડ ફાઇરિંગ કરતા હેમતભાઇ ભાગી છૂટ્યા હતા. તેમના બાઇકમાં ધોકા અને પાઇપ વડે નુકસાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે 10 શખસ સામે ગુનો નોંધી ઝડપી લેવા તપાસ આરંભી હતી. જેમાં મૂળી પીએસઆઇ ડી.જે. ઝાલાનાં માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ અને થાન પોલીસની મદદ લઇ ગણતરીનાં કલાકોમાં જ તમામ આરોપીઓને ઝડપી લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...