ઉગ્ર માગણી:30 વર્ષથી નોકરી કરીએ છીએ હવે તો કાયમી કરો અમારી સાથે અન્યાયથાય છે: સફાઈ કામદારો

લીંબડી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
લીંબડી પાલિકામાં કાયમી નોકરી મુદ્દે સફાઈ કામદારોની માગ. - Divya Bhaskar
લીંબડી પાલિકામાં કાયમી નોકરી મુદ્દે સફાઈ કામદારોની માગ.
  • લીંબડી પાલિકામાં કાયમી નોકરી બાબતે સફાઈ કામદારોની ઉગ્ર માગણી

લીંબડી શહેરમાં વર્ષોથી સફાઈ કામદારો તરીકે કામ કરતા વર્કરોએ નોકરી કાયમી કરવાની ઉગ્ર માગ કરી હતી. થોડા સમય પહેલાં કરાયેલી સફાઈ કામદારોની ભરતીમાં પસંદ થયેલા અરજદારોને ફક્ત શહેરમાં સફાઈ કામદારો તરીકે જ કામ કરાવાય તેવી માગ કરી હતી.

સફાઈ કામદારોએ જણાવ્યું હતું કે 30થી 35 વર્ષથી શહેરમાં સફાઈ કરી રહ્યા છીએ. છતાંય અમને કાયમી નોકરી આપવામાં આવી નથી. પરંતુ 5થી 7 વર્ષથી સફાઈ કામદાર તરીકે જોડાયેલા કેટલાક લોકોને રાજકારણની લાગવગ કે પૈસાના જોરે કાયમી નોકરી આપી દેવામાં આવી છે. અમારી સાથે અન્યાય થયો છે. જ્યારે પણ કાયમી નોકરીની વાત આવે ત્યારે અમારું નામ ચર્ચાય પણ વિશ્વાસઘાત કરીને અમારી જગ્યાએ અન્યને પસંદ કરી લેવામાં આવે છે.

2થી 3 મહિના પહેલાં સફાઈ કામદારોની ભરતી હતી. જેમાં 14 સફાઈ કામદારને નોકરી આપવામાં આવી છે. 5 વર્ષ પછી તેઓને કાયમી કરવાની જોગવાઈ પણ છે. પસંદ થયેલા સફાઈ કામદારોને શહેરમાં સફાઈ સિવાય બીજું કામ ન કરાવાય તેવી માગ કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયામાં પસંદ થયેલા કેટલાક અરજદારો રાજકારણના જોરે ટેબલ વર્ક કરશે તેવું લાગી રહ્યું છે. તેમના પણ અમારી જેમ હાથમાં સાવણો લઈ શહેરની સફાઈ કરવી પડશે.

સફાઈ કામદારો રજૂઆત કરવા આવ્યા ત્યારે પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને ઓફિસોમાં તાળા લટકતા હતા. પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર સમયસર ફરજ પર હાજર રહેતા નથી તેઓ સુધરાઈના અન્ય કર્મચારીઓ પાસે કેવી રીતે કામ કરાવતાં હશે તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...