વૈકલ્પિક નળ વ્યવસ્થા:લીંબડીના મોટી કઠેચી ગામે તૂટેલો સમ્પ રિપેર કરવા પાણી ભરવાનું બંધ કરાયું

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોટી કઠેચીના ગ્રામજનોને પાણી મળી રહે તે માટે નળ વ્યવસ્થા ઊભી કરાઈ. - Divya Bhaskar
મોટી કઠેચીના ગ્રામજનોને પાણી મળી રહે તે માટે નળ વ્યવસ્થા ઊભી કરાઈ.
  • ગ્રામજનોને પાણી મળી રહે તે માટે વૈકલ્પિક નળ વ્યવસ્થા ઊભી કરાઈ
  • સમ્પ બનાવી હેન્ડ ઓવર નહોતો કર્યો, ઉતાવળે પાણી ભરાવાથી તૂટ્યો : એજન્સી

લીંબડી તાલુકાના મોટી કઠેચી ગામે 2 લાખ લીટરનો સમ્પ બનાવવામાં આવ્યો હતો. પરંતુ સમ્પમાં પાણી ભરાયાના ચોથા દિવસે દિવાલમાં તિરાડો પડવા લાગી. તિરાડોમાંથી પાણી નીકળવાનું શરૂ થઈ ગયું હતું. 7.11 લાખના ખર્ચે બનેલો સમ્પ ચોથા દિવસે તૂટી જતાં ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. કોન્ટ્રાક્ટર અને કામ રાખનાર એજન્સીએ સમ્પના કામમાં ભ્રષ્ટાચાર કર્યાંના આક્ષેપો થયા હતા.

મોટી કઠેચીમાં નવનિર્મિત સમ્પ પાણી ભરાયાના ચોથા દિવસે તૂટી જવાનાં દિવ્ય ભાસ્કરે પ્રકાશિત કરેલા સમાચાર બાદ સલંગન તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ડે.કલેક્ટર હર્ષવર્ધનસિંહ સોલંકીએ સમ્પ બનાવનાર એજન્સી અને વાસ્મોના અધિકારી પાસે આ અંગેનો રિપોર્ટ માગ્યો હતો.

મોટી કઠેચી ગામે સમ્પ બનાવનાર એજન્સી ધારક કુલદીપસિંહ રાણાએ જણાવ્યું હતું કે સમ્પનું કામ પૂર્ણ થયું નહોતું. મારે થોડું કામ કરવાનું બાકી હતું. મેં સમ્પ હેન્ડ ઓવર કર્યો નહોતો કર્યો. પરંતુ ગામમાં પાણીની સમસ્યા ઊભી ન થાય તે માટે સમ્પ ભરવામાં આવ્યો. કદાચ એનાં કારણે સમ્પની દિવાલમાં તિરાડ પડી હશે. હાલ ગ્રામજનોને પાણી મળી રહે તે માટે સ્ટેન્ડ પોસ્ટ દ્વારા વૈકલ્પિક નળ વ્યવસ્થા ઊભી કરી દીધી છે. ટૂંક સમયમાં સમ્પ રિપેરીંગનું કામ કરી દેવામાં આવશે. સમ્પ અંદર વોટરપ્રૂફ કરી આપીશું.

અન્ય સમાચારો પણ છે...