તંત્ર સામે બાયો ચડાવી:અલ્ટિમેટમ પ્રશ્ન હલ નહીં થાય તો 21 દિવસમાં આંદોલન કરવાની ચીમકી

લીંબડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
લીંબડી-પાણશીણાના વીજ કર્મીઓએ આવેદન આપ્યું હતું. - Divya Bhaskar
લીંબડી-પાણશીણાના વીજ કર્મીઓએ આવેદન આપ્યું હતું.
  • લીંબડી-પાણશીણાના વીજકર્મીઓએ આવેદન આપી તંત્ર સામે બાયો ચડાવી

લીંબડી અને પાણશીણા વીજ કચેરીમાં ફરજ બજાવતા પીજીવીસીએલના કર્મચારીઓએ પડતર માગણીઓ પૂર્ણ કરવા ડે.કલેક્ટરને આવેદન આપ્યું હતું. 21 દિવસમાં પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

લીંબડી અને પાણશીણા વીજ કચેરીમાં વર્ગ 3-4માં ફરજ બજાવતા ટેક્નિકલ કર્મચારીઓ તાલુકા સેવાસદન ખાતે ધસી આવ્યા હતા. વાય.એચ. પઢીયાર, કમલેશભાઈ મસિયાવા, ડુ.એસ.રાઠોડ, આર.ડી.ડાભી સહિતના વીજ કર્મીઓ પ્રશ્નોના ઉકેલ લાવવા માટે ડે.કલેક્ટર યોગરાજસિંહ જાડેજાને આવેદન આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જીયુવીએનએલના તાબા હેઠળ આવતી વિવિધ કંપનીમાં વર્ગ 3 અને 4માં ફરજ બજાવતા ટેક્નિકલ કર્મીઓની લાંબા સમયથી અનેક પેન્ડિંગ માગણીઓ છે.

જેમાં વર્ગ 4ના કર્મીઓને વર્ગ 3માં સમાવવા, 7મા પગારપંચના લાભો એરિર્યસ સાથે ચૂકવવા, એલાઉન્સ લગતી વિસંગતતા દૂર કરવી, રજાનો લાભ, વધુ કામનું વળતર સહિતની માગણીઓનો ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવી હતી. 21 દિવસમાં પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...