કોઝ-વે પાણીમાં ગરકાવ:લીંબડીના શિયાણી, વઢવાણના ખજેલી ગામો વચ્ચે કાચા કોઝ-વેનું કામ પૂર્ણ

લીંબડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શિયાણી-ખજેલી ગામો વચ્ચે કાચાં કોઝ-વેનું કામ પૂર્ણ થયું હતું. - Divya Bhaskar
શિયાણી-ખજેલી ગામો વચ્ચે કાચાં કોઝ-વેનું કામ પૂર્ણ થયું હતું.
  • ગ્રામજનોને સુરેન્દ્રનગર અવરજવર કરવામાં સમય, ખર્ચ બચશે

લીંબડી તાલુકાના શિયાણી અને વઢવાણ તાલુકાના ખજેલી ગામમાં ચોમાસાની સિઝનમાં વરસાદ આવતાં જ બન્ને ગામો વચ્ચેનો કાચો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ જતો હતો. જેના કારણે બન્ને ગામો વચ્ચેનો રસ્તો બંધ થઈ જતો હતો. કોઝ-વે પાણીમાં ગરકાવ થતાં શિયાણી ગામના 9000થી વધુ લોકોને સુરેન્દ્રનગર જવા માટે લીંબડી અથવા તાવી ગામના રસ્તા પરથી પસાર થવું પડતું હતું. જેના કારણે શિયાણીના ગ્રામજનોનો સમયનો બગાડ થતો હતો સાથે જ વધુ કિ.મી ફરવાથી ખર્ચ વધતો હતો.

વર્ષો બાદ શિયાણી-ખજેલી ગામ વચ્ચે કાચાં કોઝ-વેનું કામ પૂર્ણ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ અંગે શિયાણી ગામના સરપંચના પતિ દર્શનભાઈ અલગોતરે જણાવ્યું હતું કે ગામના ટાવર પાસેના કોઝ-વેની જગ્યાએ ચોમાસામાં પાણી નિકાલની વ્યવસ્થા નહોતી. પાણી ભરાઈ જતાં કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ જતો હતો.

કોઝ-વે બંધ થઈ જતાં શિયાણી ગામના લોકોને સુરેન્દ્રનગર જવા માટે રસ્તો બંધ થઈ જતો હતો. નાછૂટકે ગ્રામજનોને લીંબડી અને તાવી ગામના રસ્તા પર ફોગટ ફેરો કરવો પડતો હતો. પરંતુ હવે કોઝ-વે નીચે સિમેન્ટના પાઈપ નાંખી દેવામાં આવ્યા છે. પાઈપ ઉપર કોરસ પથારી કોઝ-વેનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હવેથી ચોમાસામાં સુરેન્દ્રનગર અવરજવર કરવામાં મુશ્કેલી નહીં પડે. લોકોને સુરેન્દ્રનગર અવરજવર કરવામાં સમય અને ખર્ચ પણ બચશે.

અન્ય સમાચારો પણ છે...