લીંબડી પાલિકા દ્વારા 15માં નાણાંપચની ગ્રાન્ટમાંથી 22 લાખના ખર્ચે તપસ્વી ચોક, ભલગામડા ગેટ, ઉંટડી પુલ, બસ સ્ટેશન નજીક વોટર એટીએમ મશીન નાખવામાં આવ્યા હતા. તપસ્વી ચોકમાં નખાયેલા વોટર એટીએમનું ગુરૂવારે ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવાનું હતું. ગુરુવારે સવારે પાલિકા દ્વારા લોકાર્પણ કરવા તૈયારી શરૂ કરવામાં આવી હતી. ફૂલહાર અને લાલ રંગની રિબીન બાંધવાનું શરૂ કર્યું તો ધ્યાને આવ્યું કે વોટર એટીએમનું તાળુ તૂટેલું છે.
વોટર એટીએમ અંદરનો અમુક ઈલેક્ટ્રોનિક સામાન ગાયબ હતો. વોટર એટીએમમાં ચોરી થયા બાદ મુખ્ય વસ્તુ પાણી જ આવતું નહીં હોવાથી તાત્કાલિક લોકાર્પણનું સ્થળ બદલવું ફરજિયાત થઈ ગયુ હતું. લીંબડી બસ સ્ટેન્ડ નજીક મુકાયેલા વોટર એટીએમનું ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, પ્રકાશભાઈ સોની, ચીફ ઓફિસર તુષાર ઝાલરિયા, જાદવજીભાઈ મકવાણાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વોટર એટીએમમાં 1 રૂ.નો સિક્કો નાખશે એટલે 200 ML, રૂ.5ના સિક્કામાં 1 લિ. 10નો સિક્કો નાખશે એટલે 20 લિટર ફિલ્ટર પાણી મળી રહેશે. પ્લાસ્ટિકના પાઉચનું પાણી પીવાથી થતું શારિરીક નુકસાન અને મોંઘી પાણીની બોટલોના ખર્ચથી બચાવ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.