ભાસ્કર ઈમ્પેક્ટ:વાસ્મોએ ચારેય વોર્ડ માટે મોટી લાઈન મંજૂર કરતાં ગ્રામજનોમાં આનંદ

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણશીણા ગામના 4 વોર્ડમાં પાણીની નાની લાઈન નખાતી હોવાની રાવ ઊઠી હતી
  • 4 હજાર લોકોને પૂરતા ફોર્સથી પાણી નહીં મળે તેવી સરપંચે ભીતિ વ્યક્ત કરી

લીંબડી તાલુકાના પાણશીણા ગામમાં વાસ્મો યોજના હેઠળ પાણીની લાઈન નાખવાની કામગીરી હાથ ધરાઈ હતી. ગામના અમુક વિસ્તારોમાં 6 અને 8ની પહોળી લાઈન નખાઈ, જ્યારે વોર્ડ નં-1,2,3,6 મત વિસ્તારમાં 3ની લાઈન નખાઈ રહી હોવાની રાવ ઊઠી હતી.

પાણશીણાના સરપંચ મેઘજીભાઈ રવોદરાએ નાની લાઈનના કારણે 4,000 લોકોને પૂરતા ફોર્સથી પાણી મળશે નહીં. 3ની લાઈન બદલીને 6 કે 8ની લાઈન નાખી આપવા વાસ્મોના અધિકારીઓને રજૂઆત કરી છે. જો માગ પૂરી કરી મોટી લાઈન નાખવામાં નહીં આવે તો કામ બંધ કરાવી દેવાની ચિમકી ઉચ્ચારી હતી. આ અંગે દિવ્ય ભાસ્કરમાં સમાચાર પ્રકાશિત થયા બાદ વાસ્મોના અધિકારીઓ દોડતા થયા હતા. પાણશીણા ગામમાં જે વોર્ડમાં નાની લાઈન નાખવાની હતી તેના સ્થાને 300 રનિંગ મીટર 200 એમએમ ડાયા 1-વાલ્વ, 200 રનિંગ મીટર 140 એમએમ ડાયા 1-વાલ્વ અને 540 રનિંગ મીટર 90 એમએમ ડાયા 4-વાલ્વ, એસેસરીઝને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. પાણશીણા ગામના પ્રશ્નને રજૂ કરવા બદલ દિવ્ય ભાસ્કરનો અને ચારેય વોર્ડ માટે મોટી લાઈન મંજૂર કરવા વાસ્મોના અધિકારીઓનો ગ્રામજનોએ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...