ભ્રષ્ટાચાર:7 લાખના ખર્ચે બનેલો સમ્પ પાણી ભરાયાના ચોથા દિવસે જ તૂટ્યો

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લીંબડીના મોટી કઠેચી ગામે બનેલો સમ્પ પાણી ભરાયાંના ચોથા દિવસે તૂટી ગયો હતો. - Divya Bhaskar
લીંબડીના મોટી કઠેચી ગામે બનેલો સમ્પ પાણી ભરાયાંના ચોથા દિવસે તૂટી ગયો હતો.
  • લીંબડીના મોટીકઠેચીમાં 10 ટકા લોક ફાળો, વાસ્માનો 90 ટકાના ફાળાથી 2 લાખ લીટરનો સમ્પ બનાવ્યો હતો
  • સમ્પના કામમાં ભ્રષ્ટાચાર કરનાર એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની મોટી કઠેચીના ગ્રામજનોએ માગ કરી હતી
  • આઝાદીના 74 વર્ષ પછી મોટી કઠેચીમાં પાણી પહોંચ્યું હતું

લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારના મોટી કઠેચી ગામે ગામ લોકોનો 10% લોક ફાળો અને વાસ્મોના 90% રકમ દ્વારા 2 લાખ લીટરનો સમ્પ બનાવવામાં આવ્યો હતો. દેશની આઝાદીના 74 વર્ષ પછી પહેલીવાર પોતાના ગામનું પીવાનું પાણી મળવાની આશાએ ગ્રામજનોમાં આનંદની કોઈ સીમા રહી નહોતી. મોટી કઠેચી ગામે પાણીની સમસ્યા સર્જાતા પાણી પુરવઠા બોર્ડે તાત્કાલિક લાઈન નાખી રવિવારે સમ્પ ભરી દીધો હતો. પરંતુ મોટી કઠેચીના લોકોનો આનંદ બુધવારે તો ચકનાચૂર થઈ ગયો હતો.

પ્રથમવાર ભરાયેલા સમ્પમાં તિરાડો પડવા લાગી હતી. તિરાડોમાંથી ઢગલા મોઢે પાણી નીકળવાનું શરૂ થઈ ગયું હતું. 7.11 લાખના ખર્ચે બનેલો સમ્પ પાણી ભરાયાંના ચોથા દિવસે જ તૂટી જતાં ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ઉપયોગમાં લીધાને ચોથા દિવસે સમ્પ તૂટી જતાં સમ્પ બનાવનાર કોન્ટ્રાક્ટરે કામમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો હશે તે કહેવું મુશ્કેલ નથી. સમ્પના કામમાં ભ્રષ્ટાચાર કરનાર એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની મોટી કઠેચીના ગ્રામજનોએ માગ કરી હતી.

આ અહેવાલ 16મેના રોજ પ્રસિદ્ધ થયો હતો.
આ અહેવાલ 16મેના રોજ પ્રસિદ્ધ થયો હતો.

સમ્પ બનાવનાર એજન્સીનું બિલ પાસ કરવામાં આવ્યું હતું, કામમાં ક્ષતિ હોઈ શકે
મોટી કઠેચી ગામે બનનાર સમ્પનું કામ તપાસ કરવાની જવાબદારી અમારી સાથે ગ્રામ પંચાયતની પાણી સમિતિની પણ હતી. સમ્પ બન્યાને 5માં દિવસે જ પાણી ભરવામાં આવ્યો હતો. કદાચ તેના કારણે પણ સમ્પ તૂટી ગયો હોય શકે ખરો અથવા સમ્પનું કામ રાખનાર એજન્સીના કોન્ટ્રાક્ટરના કામમાં ક્ષતિ પણ રહી ગઈ હોય શકે છે. એજન્સીનું બિલ પાસ કરવામાં આવ્યું હતું. > હર્ષદભાઈ ચાવડા, આસી.ઈજનેર વાસ્મો

સમ્પના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ કોન્ટ્રાક્ટરને કરી હતી
સમ્પ બનાવવાનું શરૂ થયું ત્યારથી કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું અમને જાણવા મળ્યું હતું. આ અંગે અમે સમ્પનું કામ રાખનાર એજન્સીના માલિકને 2થી 3 વખત સમ્પનું કામ ખરાબ થતું હોવાની જાણ પણ કરી હતી. પરંતુ તેમને અમારી ફરિયાદ ધ્યાને લીધી નહોતી. કોન્ટ્રાક્ટરે એની મરજી મુજબ કામ કર્યું. જેનું પરિણામ સમ્પ ભરાયાંના ચોથા દિવસે સામે આવી ગયું. જો સમ્પને યોગ્ય રીતે રિપેર કરવામાં નહીં આવે તો અમારે પાણી માટે વલખાં મારવાનાં દાડા આવશે. - રણછોડભાઈ ધોરાળિયા, સરપંચ મોટી કઠેચી

અન્ય સમાચારો પણ છે...