કામગીરી:પાલિકા ટીમે 75 માઈક્રોનથી નીચેનું 120 કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યું

લીંબડી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 વેપારીને સ્થળ પર જ 1500નો દંડ ફટકારાયો

લીંબડી શહેરી વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલી કે ઝબલાની વપરાશ, વેચાણ કરતા વેપારીઓની પાલિકા ટીમે તપાસ હાથ ધરી હતી. 5 મોટા વેપારી પાસેથી 120 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. પ્રતિબંધિત પ્લાસ્ટિકની વપરાશ કરનાર દસેય વેપારીઓને સ્થળ ઉપર દંડ ફટકારવામાં આવ્યો હતો.75 માઈક્રોનથી નીચેનું પ્લાસ્ટિકના વપરાશથી લોકો આરોગ્ય અને પર્યાવરણ પર માઠી અસર પડતી હોવાથી રાજ્યમાં તેના વેચાણ પર પ્રતિબંધ છે.

75 માઈક્રોનથી નીચેનું પ્લાસ્ટિકની વપરાશ, વેચાણ કરતા વેપારીઓ સામે તવાઈ હાથ ધરવા પાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, ઉપપ્રમુખ ગીતાબેન મકવાણાએ પાલિકા ટીમ બનાવી શહેરમાં કાર્યવાહી હાથ ધરી હતી. ચીફ ઓફિસર તુષાર ઝલરિયા, એસ.આઈ જગદીશ પરમાર, આર.બી.સાનીયા સહિત હેલ્થ એન્ડ સેનિટેશન શાખાની ટીમે શહેરના વિસ્તારોમાં ચેકિંગ કરી 5 મોટા વેપારી પાસેથી 120 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો ઝડપી પાડયો હતો. પ્રતિબંધિત પ્લાસ્ટીકની થેલી કે ઝબલાની વપરાશ કરતા પકડાયેલા 5 વેપારીઓને સ્થળ ઉપર દંડ ફટકારવામાં આવ્યો હતો. પાંચેય વેપારીઓ પાસેથી 1,500 રૂ.નો દંડ વસૂલ કરી ભવિષ્યમાં 75 માઈક્રોનથી નીચેના પ્લાસ્ટિકની વપરાશ કે વેચાણ નહીં કરવા સૂચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...