ગટર સાફ કરાવવા માગ:લીંબડી પાલિકાના સફાઈ કામદારો બીજા દિવસે પણ લડી લેવાના મૂડમાં

લીંબડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
રોજમદારોની નોકરી કાયમી કરવાની માગ. - Divya Bhaskar
રોજમદારોની નોકરી કાયમી કરવાની માગ.
  • નવી ભરતી કરાયેલા કર્મીઓને સફાઈ, ગટર સાફ કરાવવા માગ

લીંબડી પાલિકામાં 20થી 30 વર્ષથી રોજમદાર તરીકે ફરજ બજાવતા સફાઈ કામદારો બીજા દિવસે પણ નોકરી કાયમી કરવા માગ કરી હતી. સફાઈ કામદારોએ આક્ષેપ કર્યો હતો કે અમે વર્ષોથી સફાઈ કરી શહેર સ્વચ્છ રાખી રહ્યા છીએ છતાં અમને કાયમી નોકરી આપવામાં આવી નથી. રાજકીય ભલામણ, લાગવગ અને રૂપિયાના જોરે અમુક લોકોને કાયમી નોકરી આપી દેવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.

સફાઈ કામદારોએ જણાવ્યું કે નવી ભરતી કરાયેલા તમામ 14 કર્મીને અમારી સાથે શહેરના જાહેર વિસ્તારો ઉપર સાવણો લઈને સફાઈ કરવી પડશે. પાવડો અને બકડિયા ઉપાડી ગટર સાફ કરવા પણ આવવું પડશે. જો તેઓ આ કામ નહીં કરે તો અમે પણ અમારા હાથ બગાડતા 100 વખત વિચારીશું. જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં હડતાળ સહિત આશ્ચર્યજનક કાર્યક્રમો કરીશું.

ભરતી થયેલા સફાઈ કામદારો સફાઈ અને ગટરો સાફ કરશે
જે 14 લોકોની ભરતી કરાઈ છે તે સરકારી નિયમોસાર જ કરાઈ છે. આ લોકો શહેરમાં સફાઈ અને ગટરો પણ સાફ કરશે. સરકારના નિયમ પ્રમાણે સમય આવશે ત્યારે એમને પણ કાયમી કરી દેવામાં આવશે. > બેલાબેન વ્યાસ, પ્રમુખ, નગરપાલિકા લીંબડી

અન્ય સમાચારો પણ છે...