લીંબડીના સરોવરિયા ચોક પાસે મુખ્ય બજારમાં સિઝનબલ વસ્તુનો વેપાર કરતા હાર્દિક ખાંદલા અને ચિરાગ ખાંદલા ઉપર મંગળવારે બાકી રાખેલા પૈસાની ઉઘરાણી બાબતે રમેશ પરમારે છરી વડે હુમલો કર્યો હતો. હુમલો કરીને રમેશ ફરાર થઈ ગયો હતો. શહેરમાં વધી રહેલી લુખ્ખાં તત્ત્વોની રંજાડને અકુંશમાં લેવા વેપારીઓએ બુધવારે આવેદન આપી હુમલાખોરને ઝડપી પાડવાની માંગ કરી હતી. દરમિયાન પોલીસે અમદાવાદથી રમેશને ઝડપી પાડ્યો હતો. જોકે હુમલાખોરે વેપારીઓ સામે ફરિયાદ નોંધાવતાં કેસમાં વળાંક આવ્યો છે.
હુમલાખોર રમેશ પરમારે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે હું મારા ભાઈ સાથે નટુભાઈની દુકાને ફટાકડાના બાકી રાખેલા પૈસા આપવા ગયો હતો. ત્યારે દુકાનદારના પુત્રો હાર્દિક અને ચિરાગ ખાંદલાએ વેત નો હોય તો બાકી પૈસા કેમ રાખો છો? તેમ કહી મને જાતિ વિશે અપમાનિત કર્યો હતો. ત્યારબાદ બન્ને ભાઈઓએ મારા ઉપર હુમલો કર્યો હતો.
બાઈક ઉપરથી પડી મારી સાથે ઝપાઝપી કરી મુંઢ માર માર્યો હતો. ઝપાઝપીમાં મારી નીચે પડી ગયેલી છરી હાર્દિકે મને મારતાં 3થી 4 ટાંકા પણ આવ્યા હતા. હાર્દિક ખાંદલા અને ચિરાગ ખાંદલા સામે મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જોકે સીસીટીવી ફૂટેજ જોઈને ‘દિવ્ય ભાસ્કર’એ ગુરુવારે પ્રકાશિત કરેલા સમાચારમાં જ આશંકા વ્યક્ત કરી હતી કે હુમલાખોર રમેશ પરમાર પણ વેપારીઓ સામે ક્રોસ ફરિયાદ દાખલ કરાવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.