ગ્રાઉન્ડ રિપોર્ટ:સાયલાના મત નિર્ણાયક, સાયલાના સમાવેશ પછી... લીંબડીની તમામ ચૂંટણી રસપ્રદ રહી છે

લીંબડી3 દિવસ પહેલાલેખક: પૃથ્વીરાજસિંહ ઝાલા
  • કૉપી લિંક
  • આપ નવાજૂની કરશે તો પરિણામ અલગ આવવાનાં

સીમાંકનમાં ફેરફાર થયા બાદ કોળી મતદારોનું પ્રભુત્વ ધરાવતા સાયલા તાલુકાને લીંબડી વિધાનસભામાં ભેળવ્યા પછીની તમામ ચૂંટણીઓ રસપ્રદ બની ગઈ છે. 10 વર્ષમાં લીંબડી વિધાનસભામાં 2 સામાન્ય અને 2 પેટા એમ કુલ 4 ચૂંટણી યોજાઈ છે. 2012ની ચૂંટણીમાં કૉંગ્રેસના સોમા પટેલે ભાજપના કિરીટસિંહને માત આપી હતી. ત્યાર બાદ સોમા પટેલે રાજીનામું આપ્યું અને પેટાચૂંટણીમાં કૉંગ્રેસના મેન્ડેટ પર લડતા સોમા પટેલના પુત્ર સતિષની કિરીટસિંહ સામે હાર થઈ હતી.

2017માં ફરી વાર કૉંગ્રેસે સોમા પટેલને મેદાનમાં ઉતાર્યા અને કિરીટસિંહ સામે જીત પણ મેળવી પરંતુ ફરી વાર તેમણે રાજીનામું ધરી દીધું અને 2020માં પેટા ચૂંટણી યોજાઈ. જેમાં કિરીટસિંહ સામે કૉંગ્રેસે ચેતન ખાચરને ટિકિટ આપી. આ ચૂંટણીમાં કિરીટસિંહનો 32 હજારથી વધુ મતોથી વિજય થયો હતો. 2022ની ચૂંટણીમાં ભાજપે કિરીટસિંહ રાણાને, કૉંગ્રેસે કલ્પનાબહેન મકવાણાને, આમ આદમી પાર્ટીએ મયેર સાકરિયાને ઉમેદવાર જાહેર કર્યા છે. ત્રણેય પક્ષો સાથે નાના પક્ષો અને 12 અપક્ષ મળીને 15 ઉમેદવાર મેદાનમાં છે.

મુખ્ય ટક્કર તો ભાજપ-કૉંગ્રેસ વચ્ચે થશે. વર્ષ 2012-17 સામાન્ય ચૂંટણીની વાત કરીએ તો ચુડા તાલુકાના મતદારોનો મિશ્ર પ્રતિસાદ મળે છે. લીંબડી તાલુકામાં ભાજપને લીડ મળે છે જ્યારે સાયલા તાલુકામાં કૉંગ્રેસને વધુ મત મળે છે પરંતુ આ વખતે ચિત્ર અલગ રહેશે, તેવું જાણકારોનું માનવું છે. આ ચૂંટણીમાં મૂળ કૉંગ્રેસમાંથી આવેલા આપના ઉમેદવાર મયૂર સાકરિયા સાયલાના દેવગઢ ગામના છે. કોળી સમાજથી આવતા મયૂરભાઈ સાયલા તાલુકામાં કૉંગ્રેસની વોટ બૅન્ક પર મોટી અસર કરશે, તેવું લાગી રહ્યું છે. સાયલા તાલુકામાં કૉંગ્રેસના મતોના બે ભાગ પડશે તેનો સીધો ફાયદો ભાજપને થશે.

લીંબડી : સમસ્યા, માગો, વિકાસકામો

  • લીંબડી-ચુડા-સાયલા તાલુકામાં મોટા ઉદ્યોગો ન હોવાથી રોજગારી મળવી મુશ્કેલ.
  • ચુડા શહેરના 22,000 લોકોને વર્ષોથી નડતો પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા 5.50 કરોડ ખર્ચે કામ ચાલી રહ્યું છે.
  • સાયલામાં પિયતના પાણીની સાથે 20થી વધુ ગામોમાં એસટી નહીં પહોંચતી હોવાની સમસ્યા.
  • લીંબડીથી હડાળા સુધીના મંજૂર થયેલા રોડનું કામ શરૂ નહીં થતાં લોકોમાં અંદરખાને રોષ છે.
  • લીંબડી સિવિલ હૉસ્પિટલમાં નિષ્ણાત ડૉક્ટરોની જગ્યાઓ ભરવાની માગ છે
અન્ય સમાચારો પણ છે...