લીંબડી તાલુકાના પાણશીણા ગામે આરોગ્ય કેન્દ્રના નિર્માણનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. બાંધકામમાં હલકી ગુણવત્તાની ઈંટો વપરાતી હોવાની રાવ ઉઠી હતી. પાણશીણાના સરપંચ સહિત ગ્રામજનો આરોગ્ય કેન્દ્રમાં પહોંચીને કામ બંધ કરાવી દીધું હતું.
7 હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતા પાણશીણા ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત બની ગયું હતું. નવું આરોગ્ય કેન્દ્રના નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. બાંધકામમાં હલકી ગુણવત્તાની ઈંટો વપરાતી હોવાની રાવ ઉઠવા પામી હતી. પાણશીણા ગામના સરપંચ મેઘજીભાઈ રવોદરા ગ્રામજનો સાથે નિર્માણાધીન આરોગ્ય કેન્દ્રે દોડી આવ્યા હતા. ગ્રામજનોના ધ્યાનમાં આવ્યું હતું કે જે કાંઈ બાંધકામ થયું છે તેમાં નિમ્ન કક્ષાની ઈંટોનો ઉપયોગ થઈ રહ્યો છે. ગ્રામજનોએ બાંધકામ બંધ કરી દીધું હતું.
આ અંગે સરપંચ મેઘજીભાઈ રવોદરાએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર કરવા માટે બાંધકામ ધૂડ જેવી ઈંટોનો ઉપયોગ થતો હતો. હાથ અડાવો ત્યાં કટકા થઈ જાય એવી ઈંટો વાપરવામાં આવતી હતી. સિમેન્ટ-રેતીનો જે માલ બનાવવામાં આવતો હતો તેમાં પણ સિમેન્ટનો ઉપયોગ નહિવત લેવાતો હોવાનું સામે આવ્યું છે. બાંધકામમાં જે કાંઈ ખરાબ ઈંટોનો ઉપયોગ લેવાયો છે તેને પાડીને સારી ઈંટોનો ઉપયોગ નહીં કરાય ત્યાં સુધી કામ આગળ નહીં કરવા દઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.