લીંબડી તાલુકામાં નળકાંઠા વિસ્તારના રાણાગઢ ગામમાં 9 હજાર લોકો વસવાટ કરે છે. જેમનો મુખ્ય વ્યવસાય ખેતી, મજૂરી, પશુપાલન છે. ગામમાં પઢાર સમાજની વસ્તી વધારે છે. રાણાગઢ ગામે સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો છે. રાણાગઢ ગામની પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે 23 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. રાણાગઢના હરિભાઈ લાલાણી શિક્ષક છે પરંતુ કલા પ્રત્યે તેમનો પ્રેમ અવિરત છે. તેમને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પોતે શિક્ષણ સાથે પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળી પણ ચલાવે છે.
નૃત્ય રાસ મંડળીનું અસ્તિત્વ તેમના દ્વારા ટકાવવામાં આવ્યું તે કહેવું અતિશયોક્તિ નહીં ગણાય. પઢાર મંજીરા નૃત્ય એ વર્ષો જૂનું નૃત્ય અને કલાનો એક ભાગ છે. પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળી દ્વારા પરંપરાગત રીતે 80 વર્ષોથી આ નૃત્ય કલા કરવામાં આવી રહી છે. વર્ષ-2006માં દેશમાંથી પઢાર મંજીરા નૃત્યની કલા લુપ્ત થવા લાગી અને તે પઢાર સમાજનો યુવા વર્ગ છે તે આ નૃત્ય જાણે ભૂલી ચૂક્યો હોય તેવું લાગી રહ્યું હતું. આ સમયમાં હરિભાઈ આ કલા લુપ્ત ન થાય માટે ગામમાં 22 લોકોની મંડળી સ્થાપી નૃત્ય યુવા વર્ગ સુધી પહોંચે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા.
વડાપ્રધાને પણ કલાને બિરદાવી હતી
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મંડળીનું નૃત્ય નિહાળી ચૂક્યા છે. મંડળીના ખેલૈયાઓની કલાને બીરદાવામાં આવી હતી.
પ્રથમ વડાપ્રધાન સમક્ષ કલા બતાવી ચૂક્યા છે
દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ તેમજ અનેક રાષ્ટ્રપતિ સમક્ષ પઢાર મંડળી દ્વારા મંજીરા નૃત્યની લોકકલા દેખાડવામાં આવી છે. પરંપરાગત રીતે રાણાગઢ ગામે મંજીરા નૃત્યની લોકકલા પઢાર સમાજને લોક વારસામાં મળી રહી છે.
મહાકુંભમાં રાજ્ય લેવલે પ્રથમ ક્રમેઆવ્યો હતો
રાણાગઢની આ મંજીરા નૃત્ય રાસ મંડળી કલા મહાકુંભમાં ભાગ લઈ અને પોતાની કલાનો બે નમુન નજારો લોકો સમક્ષ પ્રસ્તુત કર્યો હતો. ગુજરાત રાજ્યમાં આ પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળીએ પ્રથમ ક્રમક મેળવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.