રાજકારણ:લીંબડી બેઠક પર 60થી વધુ મુસ્લિમ ભાજપમાં, જોબાળા ગામના કૉંગ્રેસમાં જોડાયા

લીંબડી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

લીંબડી બેઠક પર મુસ્લિમ સમાજના અગ્રણીઓ, શહેર કૉંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. બીજી તરફ ચુડા તાલુકાના જોબાળા ગામના લોકો કૉંગ્રેસમાં જોડાયા હતા. જોડ-તોડની રાજનીતિ કોને ફળશે અને કોને નહીં તે તો હવે આવનારો સમય જ બતાવશે.

લીંબડી ભાજપ સંગઠનની ડોર સંભાળનાર મહેન્દ્રસિંહ જાડેજા(ભાણુભા) અને હાથથાળ હસ્તકલા નિગમના પૂર્વ ચેરમેન શંકરભાઈ દલવાડીની હાજરીમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને જિલ્લા કૉંગ્રેસ સમિતિ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ કોર્ડિનેટર, શહેર કૉંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટ પ્રમુખ નઝીર સોલંકી, તળાવ મહોલ્લા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ મયોદિન સોલંકી સહિત જમાતના તમામ હોદ્દેદારો તેમજ સભ્યો ભાજપમાં જોડાયા હતા.

60થી વધુ મુસ્લિમ બિરાદરોને મહેન્દ્રસિંહ જાડેજાએ ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. કૉંગ્રેસના ઉમેદવાર કલ્પનાબેન મકવાણા કાર્યકરો સાથે ચુડા તાલુકાના મોજીદડ ગામે યોજાયેલી સભામાં જોબાળા ગામના 10થી વધુ લોકો કૉંગ્રેસમાં જોડાયા હતા. આવનારા દિવસોમાં જોડ-તોડની રાજનીતિ શું પરિણામ લાવશે તેના પર સૌની મીટ માંડીને બેઠા છે.

અન્ય સમાચારો પણ છે...