તસ્કરી:લીબડી હાઈ-વે પર આઈસરમાંથી 21.43 લાખના મોબાઈલ અને લેપટોપની ચોરી

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 150 નંગ મોબાઈલ, 1 લેપટોપની ચોરી થઈ છે

લીંબડી નેશનલ હાઈ-વે પરથી પસાર થતા બંધ બોડીના આઈસરના પાછળના દરવાજાનો લોક તોડી 21.43 લાખથી વધુના મોબાઈલ ફોન અને લેપટોપની ચોરી કરી તસ્કર ટોળકી ફરાર થઈ ગઈ હતી. અમદાવાદ, એસ.પી રિંગ રોડ બોપલ, સનસીટીમાં રહેતા ગિરીશભાઈ વલ્લભભાઈ પટેલે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે સનાથલ સર્કલ રિંગ રોડ આવેલા કંપનીના ગોડાઉનમાંથી બંધ બોડીના આઈસરમાં મોબાઈલ ફોન, એલઈડી ટીવી, કપડા, દવા, વાહનના સ્પેર પાર્ટસના બોકસ લેપટોપ સહિતનો સામાન ભરીને અમારો ડ્રાઈવર કિશનલાલ રાજકોટ ખાલી કરવા જઈ રહ્યો હતો.

બગોદરા નજીક ફેદરા જવાના રસ્તા પાસે હાઈ-વે પર આવેલી પ્રજાપતિ હોટેલમાં 6 મિનિટ ચા પીવા રોકાયો હતો. ચા પીધા પછી કિશનલાલે આઈસરના દરવાજાનો પાછળનો ભાગ ચેક કર્યો ત્યારે બધું બરોબર હતું. ત્યાંથી આઈસર લીંબડી હાઈવે પર આવ્યું હતું. લીંબડીથી એકાદ કિમી દૂર આવેલી ખોડિયાર હોટેલમાં ચાલક ચા પીવા ઊભો રહ્યો ત્યારે તેની નજર આઈસરના પાછળના દરવાજા તરફ ગઈ હતી.

દરવાજાનો લોક તૂટલો જોવા મળ્યો હતો. આઈસર અંદર રાખેલી બોક્સ જોતા ખ્યાલ આવ્યો હતો કે વસ્તુઓની ચોરી થઈ છે. કંપનીના લોકોને બોલાવી તમામ બોક્સ ચેક કરતા ખબર પડી હતી કે 150 નંગ મોબાઈલ ફોન અને 1 લેપટોપની ચોરી થઈ ગઈ છે. લીંબડી પોલીસ મથકે મોબાઈલ ફોન, અને લેપટોપ મળીને 21,43,848 રૂ.ના મુદ્દામાલની ચોરી થયા અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...