લીંબડી પોલીસ મથકે પીએસઆઈ અને એલસીબીના તત્કાલીન પીઆઈ તરીકે ફરજ બજાવી ચૂકેલા એન.કે.વ્યાસ સામે પ્રોહીબીશનના આરોપીને માર મારવા બાબતે ફરીથી કેસ ચલાવવામાં આવે તેવો લીંબડી કોર્ટે હુકમ કર્યો છે. નાના હરણિયા ગામે રહેતા વનરાજભાઈ ખાચર જે-તે સમયે પ્રોહીબીશન અંગેનો ગુનો નોંધાયો હતો. જેની તપાસ LCB પાસે હતી. એલસીબી દ્વારા સાયલા કોર્ટમાં વનરાજભાઈ ખાચરના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા.
રિમાન્ડ બાદ જ્યારે વનરાજભાઈને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો ત્યારે તેને પીઆઈ એન.કે. વ્યાસે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું કોર્ટમાં જણાવ્યું હતું. સાયલા કોર્ટે આરોપીની જબાની નોંધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ફરિયાદ મોકલાવી ઇન્ક્વાયરી કરવા હુકમ કરવામાં આવ્યો હતો.
ઇન્કવાયરી બાદ સાયલા કોર્ટે પીઆઈ એન.કે.વ્યાસને શકનો લાભ આપી બિનત્હોમત મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ હુકમથી નારાજ થઈને ફરિયાદી વનરાજભાઈ ખાચરે લીંબડી સેસન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરાવી હતી. લીંબડી કોર્ટે બન્ને પક્ષોની દલીલો, મેડિકલ પુરાવા અને તથ્યોને ધ્યાનમાં રાખી પીઆઈ એન.કે.વ્યાસની બિનત્હોમત મુક્ત કરવાના સાયલા કોર્ટના હુકમને રદ્ કરી તેમની સામે કેસ ચલાવવાનો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.