વિરોધ:લીંબડી કોલેજના અધ્યાપકોની સળંગ નોકરી, જૂની પેન્શન યોજના લાગુ કરવા માગણી

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લીંબડી કોલેજના અધ્યાપકોએ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. - Divya Bhaskar
લીંબડી કોલેજના અધ્યાપકોએ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.
  • શિક્ષકદિને જ અધ્યાપકોએ કાળીપટ્ટી પહેરી વિરોધ દર્શાવ્યો

લીંબડી સખીદા કોલેજના અધ્યાપક સહાયકોએ સળંગ નોકરી, જૂની પેન્શન યોજના, ફાજલને રક્ષણ સહિત માગણી પૂરી કરવા રજૂઆત કરી હતી. શિક્ષક દિવસે કોલેજના દરવાજા પાસે અધ્યાપકોએ કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કર્યાં હતા.

લીંબડી સખીદા કોલેજના સ્ટાફ મિત્રો અને અધ્યાપક સહાયકો દ્વારા અધ્યાપક સહાયકને સળંગ નોકરી, ફાજલને રક્ષણ, જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિત માગ કરી હતી. અધ્યાપકો દ્વારા શિક્ષક દિવસ નિમિત્તે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. શૈક્ષણિક કાર્ય પછી કોલેજના સ્ટાફ મિત્રો દ્વારા કાળીપટ્ટી ધારણ કરીને પ્રવર્તમાન નીતિઓ સામે વિરોધ નોંધાવી સૂત્રોચાર કરાયા હતા.

સરકાર દ્વારા અધ્યાપકોની વ્યાજબી માગણીઓ ઝડપથી અને સમયસર સ્વીકારવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી. આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અધ્યાપક મંડળના પ્રમુખ ડૉ.કિરપાલસિંહ પરમાર દ્વારા અધ્યાપક સહાયક મંડળને આ માગણીઓને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. કોલેજના સમગ્ર સ્ટાફ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અધ્યાપક સહાયકોને ટેકો જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...