મુસાફરો હેરાન:લીંબડી-ભોયકા રૂટની બસમાં ખામી સર્જાતાં મુસાફરો અડધે રસ્તે રઝળ્યા

લીંબડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

લીંબડી ડેપોથી બપોરે 12:45 કલાકે ઉપડતી લીંબડી-ભોયકા રૂટની બસમાં ઉંટડી ગામ પાસે ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરો ધોમ ધખતા તાપમાં હેરાન પરેશાન થઈ ગયા. ગુજરાત પરીવહન વિભાગ એસટી બસની સેવા સારી અને સુદ્રઢ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. સલામત સવારી એસટી અમારી, હાથ ઉંચો કરો બસમાં બેસો, જેવા અનેક સૂત્રો આપી મુસાફરોને એસટી બસમાં મુસાફરી કરવા માટે આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ ઉલ્ટી ગંગા વહેતી હોય તેમ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. એસટી તંત્ર ક્યારેક મુસાફરોને રામ ભરોસે રસ્તા ઉપર ઉતારી રઝળતા મૂકી દે છે.

ઉનાળાના બળ બળતા તાપમાં મુસાફરો સારી અને સલામત સવારી માટે એસટી બસમાં મુસાફરી કરે છે. પણ એસટી બસના પૈડાં ક્યાં ઉભા રહી જાય છે તે કહેવું મુશ્કેલ છે. લીંબડી ડેપોની અન્ય રૂટની પણ એક એસટી બસ ખોટવાઈ હોવાની વિગત સામે આવી છે. લીંબડી-ઉંટડી પુલ ઉપર રિપેરિંગની રાહ જોઈને ઊભી હતી. તો બીજી તરફ લીંબડી ડેપોની એક સાથે 2 એસટી બસમાં ખામી સર્જાતા જતાં બન્ને બસના પેસેન્જરો રઝળી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...