ગુજરાત સરકાર દ્વારા મોડલ ઈકો વિલેજ પ્રોજેક્ટ હેઠળ લીંબડી તાલુકાનું ભલગામડા ગામ 1.50 કરોડના ખર્ચે આપણું ગામ હરિયાળું ગામ બનશે તેવો આશાવાદ કેબિનેટ મંત્રી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. પર્યાવરણ સંરક્ષણ, હરિયાળું ગામ અને ગામડામાં રહેતા શ્રમજીવીઓ અને ધરતીપુત્રો સ્થાનિક વાતાવરણમાં પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી અપનાવે તે માટે રાજય સરકાર દ્વારા મોડેલ ઈકો વિલેજ પ્રોજેક્ટ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ગ્રીનસ્પેસ ડેવલોપમેન્ટ, પોન્ડ બ્યુટિફિકેશન અને ગ્રામ્યજનોને તાલીમની કામગીરી કરવામાં આવશે.
લીંબડી તાલુકાના ભલગામડા ગામે અંદાજે 1.50 કરોડના ખર્ચે ગ્રામ પંચાયતની માંગણી અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે તેવો આશાવાદ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે આપણું ગામ હરિયાળું ગામ યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં ગામડાઓને હરિયાળું ગામ બનાવવામાં આવશે.
આ પ્રસંગે ગુજરાત ઇકોલોજી કમિશનના સભ્ય સચિવ મહેશસિંધે તથા ગુજરાત ઇકોલોજી કમિશન પ્રોજેક્ટના સિનિયર મેનેજર નિશ્ચલ જોશી અને ઇશ્ચર દેસાઈએ આપણું ગામ હરિયાળું ગામ યોજના હેઠળ આ પ્રોજેક્ટ ની વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમમાં લીંબડી તા.પં.પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, સરપંચ સુખદેવસિંહ ઝાલા, ઉપ સરપંચ શક્તિસિંહ ઝાલા, તાલુકા પંચાયતના સભ્ય લખધીરસિંહ ઝાલા, સંજયભાઈ અમદાવાદીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.